Not Set/ PM મોદીનાં નિવેદન પર હવે ચિદમ્બરમે પણ ઉઠાવ્યો સવાલ, તો શું સેના પ્રમુખ અને રક્ષા મંત્રી ખોટુ…

કોંગ્રેસનાં સાંસદ પી.ચિદમ્બરમે સર્વદળની બેઠકમાં ચીન સાથેની ટક્કર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે કહ્યું કે, વડા પ્રધાનનો દાવો કે કોઈ આપણી સરહદમાં આવ્યું નથી, સંરક્ષણ પ્રધાન અને આર્મી ચીફનાં નિવેદનોથી અલગ છે. તેઓ સંરક્ષણ પ્રધાન અને સેના પ્રમુખનાં નિવેદનોને ખોટા સાબિત કરી રહ્યા છે, આવું કેમ છે? તેમણે […]

India
8ff8463078570ffc9a3209dd9225352c PM મોદીનાં નિવેદન પર હવે ચિદમ્બરમે પણ ઉઠાવ્યો સવાલ, તો શું સેના પ્રમુખ અને રક્ષા મંત્રી ખોટુ...
8ff8463078570ffc9a3209dd9225352c PM મોદીનાં નિવેદન પર હવે ચિદમ્બરમે પણ ઉઠાવ્યો સવાલ, તો શું સેના પ્રમુખ અને રક્ષા મંત્રી ખોટુ...

કોંગ્રેસનાં સાંસદ પી.ચિદમ્બરમે સર્વદળની બેઠકમાં ચીન સાથેની ટક્કર અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. ચિદમ્બરમે કહ્યું કે, વડા પ્રધાનનો દાવો કે કોઈ આપણી સરહદમાં આવ્યું નથી, સંરક્ષણ પ્રધાન અને આર્મી ચીફનાં નિવેદનોથી અલગ છે. તેઓ સંરક્ષણ પ્રધાન અને સેના પ્રમુખનાં નિવેદનોને ખોટા સાબિત કરી રહ્યા છે, આવું કેમ છે? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ગલવાન વેલી પર ચીનનાં દાવા અંગે સરકાર શા માટે જવાબ નથી આપી રહી, શું મોદીએ ચીનને ક્લિનચીટ આપી છે?

ચિદમ્બરમે કહ્યું કે, જો કોઈ ચીની સૈનિક એલએસીને પાર કરીને આપણા વિસ્તારમાં નથી આવ્યો તો 5-6 મે નાં રોજ ફેસ-ઓફશું હતું? શા માટે બંને દેશોનાં સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો? ભારતે પોતાના 20 સૈનિકોને કેમ ગુમાવ્યા? ઘણી વખત ભારતીય કમાન્ડરોએ તેમના ચિની સમકક્ષો સાથે વાત કરી, આખરે, આ વાતચીત કયા મુદ્દા પર થઈ રહી છે. આખરે સરહદ પર કોઈ તણાવ કે ટક્કર ન હતો તો ભારત અને ચીનનાં કોર કમાન્ડર શું વાત કરી રહ્યા હતા.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચિદમ્બરમે વડા પ્રધાનને ઘણા કડક પ્રશ્નો પૂછ્યા છે, તેમણે કહ્યું કે, શું વડા પ્રધાને ચીનને ક્લિનચીટ આપી છે? જો આ સ્થિતિ છે તો ચીન સાથે કેમ વાટાઘાટો કરવામાં આવી રહી છે. ચિદમ્બરમે પૂછ્યું છે કે જો કંઇ થયું નથી, તો પછી વિદેશ પ્રધાન એસ. જયશંકરનાં નિવેદનમાં યથાસ્થિતિ પુનઃસ્થાપના વિશે શા માટે વાત કરવામાં આવી? ચિદમ્બરમે પૂછ્યું છે કે ચીને ગલવાન વેલીને પોતાની જાહેર કરી છે પરંતુ સરકાર કોઈ જવાબ નથી આપી રહી, તેનો અર્થ શું છે?

પીએમ મોદીએ શુક્રવારે સાંજે ભારત-ચીન તણાવ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વતી બોર્ડર પરની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મીટિંગમાં વડા પ્રધાને કહ્યું કે કોઈએ આપણા વિસ્તારમાં પ્રવેશ કર્યો નથી કે કોઈએ આપણી ચોંકી પર કબજો કર્યો નથી. આ પછી, વિપક્ષી નેતા સતત પૂછી રહ્યા છે કે જો સરહદ પર કંઇ ન થયું હોય તો 20 સૈનિકો કેવી રીતે શહીદ થયા અને શા માટે ઘણા સૈનિકોને ચીન દ્વારા બંધક બનાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.