હુમલો/ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આંતકવાદીઓએ બહારના બે મજૂરો પર કર્યો હુમલો, હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર વિદેશી મજૂરોને નિશાન બનાવ્યા છે. શનિવારે  આતંકવાદીઓએ અનંતનાગમાં પરપ્રાંતના મજૂરો પર ગોળીબાર કર્યો હતો

Top Stories India
8 1 4 જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આંતકવાદીઓએ બહારના બે મજૂરો પર કર્યો હુમલો, હાલત ગંભીર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર વિદેશી મજૂરોને નિશાન બનાવ્યા છે. શનિવારે  આતંકવાદીઓએ અનંતનાગમાં પરપ્રાંતના મજૂરો પર ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યું કે અનંતનાગના રાખ-મોમીન વિસ્તારમાં આતંકવાદીઓએ બે બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા.

પોલીસે જણાવ્યું કે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વિસ્તારમાં શોધખોળ ચાલુ છે. ઘાયલ લોકોની ઓળખ છોટા પ્રસાદ અને ગોવિંદ તરીકે થઈ છે જે યુપીના ગોરખપુરના રહેવાસી છે. આ લોકોને સારવાર માટે SDH બિજબેહરામાં રિફર કરવામાં આવ્યા હતા. બંને સ્થિર છે.