અફઘાનિસ્તાન/ તાલિબાની શાસનમાં કાબુલના મંદિરમાં ‘હરે રામ-હરે કૃષ્ણ’ની ધૂન ગુંજી, જુઓ વીડિયો

સોમવારે રાત્રે હિન્દુ સમુદાયના લોકોએ કાબુલના પ્રાચીન અસ્માઈ મંદિરમાં નવરાત્રીનો તહેવાર ઉજવ્યો.

Top Stories World Trending
હરે રામ-હરે કૃષ્ણ તાલિબાની શાસનમાં કાબુલના મંદિરમાં 'હરે રામ-હરે કૃષ્ણ'ની

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી લઘુમતીઓમાં ભય અને ચિંતાનું વાતાવરણ છે. જો કે, હવે અહીંથી એક વિડીયો બહાર આવ્યો છે જેણે ચોક્કસપણે આ ડર થોડો ઓછો કર્યો છે. હિન્દુ સમુદાયના સભ્યોએ નવરાત્રિ દરમિયાન કાબુલના એક મંદિરમાં ‘હરે રામ-હરે કૃષ્ણ’ ની ધૂન બોલાવી હતી.  જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો કાબુલના અસ્માઈ મંદિરનો છે, જ્યાં હિન્દુઓ કીર્તન અને જાગરણ કરતા હતા. પત્રકાર રવિન્દર સિંહ રોબિનએ પણ તેમના ટ્વિટર હેન્ડલ પરથી હિન્દુઓનો ‘હરે રામ-હરે કૃષ્ણ’ ગાતો વીડિયો ટ્વિટ કર્યો છે.

તેમણે વીડિયો સાથે લખ્યું કે સોમવારે રાત્રે હિન્દુ સમુદાયના લોકોએ કાબુલના પ્રાચીન અસ્માઈ મંદિરમાં નવરાત્રીનો તહેવાર ઉજવ્યો. રવિન્દર સિંહ રોબિનના જણાવ્યા અનુસાર, આ હિન્દુઓએ ભારત સરકાર પાસેથી માંગ કરી છે કે વધતી જતી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓને કારણે તેમને જલદીથી ત્યાંથી  બહાર કાઢવા જોઈએ.

 

ઓગસ્ટમાં તાલિબાને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી, અફઘાનિસ્તાનનું અર્થતંત્ર સૌથી ખરાબ તબક્કામાં જઈ રહ્યું છે. લોકો પાસે ખાવા -પીવાના પણ પૈસા નથી.

ગુજરાત / મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુરુવારે યોજાશે “નારાયણી નમોસ્તુતે” કાર્યક્રમ

આર્યન ખાન ડ્રગ કેસ / આર્યન ખાનની જેલમાં રાત પસાર થશે, જામીન પર સુનાવણી સેશન્સ કોર્ટમાં મુલતવી

National / પૂર્વ PM મનમોહન સિંહની તબિયત લથડી, એઈમ્સમાં દાખલ

દુર્ગા પૂજા / દુર્ગા પંડાલમાં આ સંબંધીને જોઈને રડવા લાગી કાજોલ, જુઓ તસવીરો