Not Set/ દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

કેન્દ્ર સરકાર દ્વારા પાણીની શુદ્ધતાને લઇને એક ચકાસણી હાથ ધરાઇ હતી જેમાં દેશના ટોચના 21 શહેરોમાંથી ગુજરાતના એક જ શહેરને સ્થાન મળ્યું છે જ્યારે યાદીમાં મુંબઇ ટોચના સ્થાને છે તો ગાંધીનગર સંયુક્ત 10મા સ્થાને છે. આ તરફ દેશની રાજધાની દિલ્હીની માત્ર હવા જ નહીં, પરંતુ પાણી પણ ખરાબ સાબિત થયું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ […]

Top Stories India
water 2 દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

કેન્દ્ર સરકાર દ્વારા પાણીની શુદ્ધતાને લઇને એક ચકાસણી હાથ ધરાઇ હતી જેમાં દેશના ટોચના 21 શહેરોમાંથી ગુજરાતના એક જ શહેરને સ્થાન મળ્યું છે જ્યારે યાદીમાં મુંબઇ ટોચના સ્થાને છે તો ગાંધીનગર સંયુક્ત 10મા સ્થાને છે. આ તરફ દેશની રાજધાની દિલ્હીની માત્ર હવા જ નહીં, પરંતુ પાણી પણ ખરાબ સાબિત થયું છે.

w1 દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બીઆઇએસ દ્વાર ક્વાલિટી ટેપ વોટરની ચકાસણી કરવામાં આવી હતી. બીઆઇએસ દ્વારા 21 શહેરોમાં ચકાસણી કરવામાં આવી હતી જેમાં ગાંધીનગરને ગૌહાટી અને બેંગલુરુ સાથે સંયુક્ત 10મું સ્થાન મળ્યું હતું.

water1 દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

વિભિન્ન શહેરોમાંથી પાણીના નમૂના એકત્ર કરી તેમની તપાસ કરવા અને તેના અનુરૂપ શહેરોનાં રેન્કિંગ રજૂ કરવાની જવાબદારી આપી હતી. પાસવાને આજે પાણીની ગુણવત્તાનાં રિપોર્ટ અને રેન્કિંગ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે પાણીના નમૂનાની તપાસ 10 માપદંડ પર કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગરના 5 નમૂના ફેઇલ થયા હતા.

water glass દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

પહેલા સ્થાને મુંબઇ, બીજા સ્થાને હૈદરાબાદ તથા ભુવનેશ્વર જ્યારે ત્રીજા સ્થાને રાંચીનો નંબર આવ્યો છે. ત્યારબાદ ક્મશઃ રાઇપુર, અમરાવતી, શિમલા, ચંદીગઢ, તિરુવનંતપુરમ, પટના અને ભોપાલ બાદ ગાંધીનગરનો સમાવેશ થયો હતો.

water દેશના શુદ્ધ પાણીવાળા શહેરોની યાદી બહાર પડી, જાણો કયા શહેરનું પાણી સૌથી શુદ્ધ અને ક્યાં શહેરનું સૌથી વધુ દુષિત..?

બીઆઇએસએ પાણી પર જે સ્ટડી કરી હતી તેમાં નમૂનાઓ ડ્રિન્કિંગ વોટર સ્પેસિફિકેશન 10500: 2012 હેઠળ લેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.