રથયાત્રા/ અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાની તાડમાર તૈયારીઓનો આરંભ

અમદાવાદનો ભવ્ય ઉત્સવ એટલે ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા અને આ રથયાત્રાનું પહેલુ ચરણ એટલે ભગવાન જગન્નાથની જળયાત્રા. આ જળયાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે

Top Stories Gujarat
2 31 અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રાની તાડમાર તૈયારીઓનો આરંભ

 

  • આજે ભગવાન જગન્નાથની જળયાત્રા
  • રથયાત્રા ની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા
  • 108 કળશમાં પાણી ભરી મંદીરમાં લવાયા
  • સાબરમતી નદીના ભુદરના આરે થશે ભવ્યપૂજન
  • બપોર બાદ ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ જશે
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જળયાત્રામાં ઉપસ્થિત રહેશે
  • હાથી, ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાનો થશે પ્રારંભ

અમદાવાદનો ભવ્ય ઉત્સવ એટલે ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા અને આ રથયાત્રાનું પહેલુ ચરણ એટલે ભગવાન જગન્નાથની જળયાત્રા. આ જળયાત્રાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે અને આ જળયાત્રાની સાથે જ ભગવાનની નગરચર્યાની ઘડીઓ ગણાવી લાગે છે.આજે અમદાવાદ ખાતે ભક્તો કે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે નીકળતી જળયાત્રાનો કાર્યક્રમની શરૂઆત થઇ છે. સાબરમતી નદીમાંથી લવાયેલ 108 કળશથી  પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી કરાશે.  રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.

સાબરમતી નદીના ભુદર પાસે ભવ્યપૂજનનો આયોજન કરવામાં આવ્યું છે, આ ઉફરાંત બપોર બાદ  ભગવાનને મોસાળ સરસપુર લઇ જવામાં આવશે, આ  જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.આ જળયાત્રા અતિ ભવ્ય રીતે નીકાળવામાં આવશે ,હાથી,ઘોડા,અને બેન્ડબાજા સાથે જળયાત્રાનો પ્રારંભ કરાશે.