Not Set/ VIDEO : જુઓ, દર્દનાક વીડિયો, જ્યાં માત્ર ૯૦ સેકન્ડમાં ૪૦થી વધુ ફટકા મારી વૃદ્ધની કરાઈ ક્રૂર હત્યા

અલ્હાબાદ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાંથી હત્યાની દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં એક સેવાનિવૃત પોલીસ કર્મચારીની માર મારીને હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની મહત્વની વાત એ છે કે, લોકો એક વૃદ્ધ વ્યક્તિને મારતા જોયા કર્યા હતા અને તેઓ માત્ર મુખબધિર બની રહ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ […]

Top Stories India Trending Videos
fOiInx4y e1536061193641 VIDEO : જુઓ, દર્દનાક વીડિયો, જ્યાં માત્ર ૯૦ સેકન્ડમાં ૪૦થી વધુ ફટકા મારી વૃદ્ધની કરાઈ ક્રૂર હત્યા

અલ્હાબાદ

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાંથી હત્યાની દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં એક સેવાનિવૃત પોલીસ કર્મચારીની માર મારીને હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની મહત્વની વાત એ છે કે, લોકો એક વૃદ્ધ વ્યક્તિને મારતા જોયા કર્યા હતા અને તેઓ માત્ર મુખબધિર બની રહ્યા હતા.

VIDEO : જુઓ, દર્દનાક વીડિયો, જ્યાં માત્ર ૯૦ સેકન્ડમાં ૪૦થી વધુ ફટકા મારી વૃદ્ધની કરાઈ ક્રૂર હત્યા
national-allahabad-retired-sub-inspector-beating-murder-land-dispute-crime

જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે, હત્યાનું કારણ પાડોશી વૃદ્ધ પોલીસ કર્મચારી સાથે જમીન વિવાદ ચાલી રહ્યો હતો.

આ દરમિયાન ત્રણ દબંગો દ્વારા આ વૃદ્ધ વ્યક્તિ પર માત્ર ૯૦ સેકન્ડ જેટલા સમયમાં લાકડીના ૪૦થી ફટકા મારવામાં આવ્યા હતા અને ક્રૂર હત્યા કરવામાં આવી છે.

બીજી બાજુ પોલીસ દ્વારા ૧૦ લોકો વિરુધ રિપોર્ટ નોધવામાં આવ્યો છે, જેમાંથી એક આરોપીની ધરપકડ કરાઈ છે.

મકાનની જમીનને લઇ હતો વિવાદ

આ મામલો અલ્હાબાદના શિવ કુટી વિસ્તારનો છે, જ્યાં થોડાક સમય અગાઉ જ પોલીસમાંથી નિવૃત્ત થયેલા પોલીસ કમર્ચારી અબ્દુલ સમદનો એક મકાનને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જો કે તેઓ સોમવારે પોતાના ઘરથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા, ત્યારે લાકડી લઈને આવેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં પહોંચી હતા અને ડંડા દ્વારા માર મારીને હત્યા કરી નાખી હતી.

SjY8iK12 VIDEO : જુઓ, દર્દનાક વીડિયો, જ્યાં માત્ર ૯૦ સેકન્ડમાં ૪૦થી વધુ ફટકા મારી વૃદ્ધની કરાઈ ક્રૂર હત્યા
national-allahabad-retired-sub-inspector-beating-murder-land-dispute-crime

CCTVમાં કેદ થઇ ઘટના

આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક CCTV કેમેરામાં સંપૂર્ણપણે ફિટ થઇ હતી. જેમાં તમે જોઈ શકો છો કે, ત્રણ ડંડાધારી વ્યક્તિઓ દ્વારા કેવી રીતે વૃદ્ધને માર મારવામાં આવી રહ્યો છે અને તેની હત્યા કરાઈ છે.

સિટીના SP બ્રજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા આ મામલે આરોપીઓ વિરુધ કેસ દાખલ કરી લીધો છે અને હવે આરોપીઓની તપાસ શરુ કરવામાં આવી ચુકી છે.

યોગીરાજમાં પોલીસ પણ અસુરક્ષિત

આ સમગ્ર દર્દનાક ઘટના બાદ વર્તમાન યોગી સરકાર સામે પણ સવાલો ઉભા થયા છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઈ રીતે હદ પાર કરી રહી છે, જ્યાં સામાન્ય વ્યક્તિની સાથે લોકોની સુરક્ષા માટે ઉભી રહેતી પોલીસકર્મીઓ પણ સુરક્ષિત નથી.