Not Set/ સુરતથી મુંબઇ જતી ફ્લાઈટમાં 4 મહિનાના બાળકીનું થયું મોત

સ્પાઇસજેટની ફ્લાઇટ દ્વારા સુરતથી મુંબઇ જઈ રહેલ એક માસૂમ બાળકી વિમાનની અંદર બેભાન થઈ ગઈ હતી. અને મુંબઇ પહોંચતા તેને મૃત જાહેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 મહિનાની આ બાળકી પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી રહી હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈમાં ફ્લાઇટ ઉતર્યા બાદ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં […]

Gujarat Surat
mayaaaaa 3 સુરતથી મુંબઇ જતી ફ્લાઈટમાં 4 મહિનાના બાળકીનું થયું મોત

સ્પાઇસજેટની ફ્લાઇટ દ્વારા સુરતથી મુંબઇ જઈ રહેલ એક માસૂમ બાળકી વિમાનની અંદર બેભાન થઈ ગઈ હતી. અને મુંબઇ પહોંચતા તેને મૃત જાહેર કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 4 મહિનાની આ બાળકી પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી રહી હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુંબઈમાં ફ્લાઇટ ઉતર્યા બાદ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હત. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

પ્રવક્તાએ કહ્યું કે, ‘જ્યારે એરક્રાફ્ટને પાર્કિંગમાં ઉભો કરવામાં આવી રહ્યો હતો ત્યારે એટીસીએ તબીબી સહાય માટે વિનંતી કરી હતી. બાળકી તેની માતા સાથે વિમાનમાંથી નીચે ઉતરી હતી. તેની સાથે બાળકીના દાદા-દાદી પણ હતા. બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. નવજાત શિશુ માતા રિહા મુંબઇમાં રહે છે. આ અંગે સહાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

સહાર પોલીસના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર શશીકાંત માનેએ જણાવ્યું હતું કે, મોતનાં કારણની તપાસ માટે અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. નિયમો અનુસાર, બે અઠવાડિયા સુધીના નવજાત શિશુ સ્વસ્થ હોય ત્યારે વિમાનમાં લઇ જઈ શકાય  છે. કૂપર હોસ્પિટલના ડોક્ટર રાજેશ સુખદેવે કહ્યું કે, અમે રાત્રે 9.45 વાગ્યે પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને સોંપ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.