કેન્સાસ સિટીના ગુજરાતી સમાજે પરંપરાગત ભારતીય ગરબા સેલિબ્રેશન નાઇટનું આયોજન કર્યું હતું જે વિશ્વ વિખ્યાત ભારતીય ગાયિકા ફાલુગ્ની પાઠક દ્વારા રજૂ કરવામાં આવેલ શો સુપરહિટ બન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય જોવા મળ્યો હતો.
કેન્સાસ સિટીના ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને માનનીય સેનેટર રોજર માર્શલ, એટર્ની જનરલ ડેરેક શ્મિટ અને કેટી સોયર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સેનેટર માર્શલ આ કાર્યક્રમમાં ભીડની આભા અને ઉત્સાહથી એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે સૌકોઈ ખેલૈયાઓ અને GSKCના પ્રમુખ સાથે ભારતીય પરંપરાગત અને ખાસ કરીને ગુજરાતી ગરબા રમવાથી રોકી શક્યા ન હતા.
સેનેટર માર્શલે તેમના વક્તવ્યમાં પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અદભૂત આયોજનની ખુબ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમની અન્ય મુખ્ય વિશેષતા એ હતી કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વીડિયો સંદેશ ગુજરાત થી મોકલવામાં આવેલ જે કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવેલ હતો જેમાં ગરબા નુ આયોજન કરવા અને ગુજરાતીની પરંપરા ને યુએસએ માં જીવિત રાખવા બદલ પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની સમગ્ર ટીમની વિશેષ પ્રશંસા કરી હતી અને માં આંબાના આશીર્વાદ સર્વે પર પોતાના સંદેશ થી વરસાવ્યા હતા.
ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ યુએસએના કેન્સાસ શહેરમાં આવા અદ્ભુત ગરબા નાઇટ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની પ્રશંસા પત્ર સંદેશ દ્વારા કરી હતી.
જીએસકેસીના પ્રમુખ દેવ ભરવાડે માહિતી આપી હતી કે છેલ્લા 23 વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા પાયા ના ગરબા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પણ જણાવ્યું હતું કે જીએસકેસીએ તેમના પ્રમુખપદના છેલ્લા 6 વર્ષમાં મહાત્માની ગાંધી ની જન્મ જયંતી ની ઉજવણી જેવા અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
ગાંધીની 150મી જન્મ જયંતિ (મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ), દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા ભારતીય તહેવારની ઉજવણી થી ભારતીય મૂળના પરિવારોના મૂલ્યોને વધારવા ના ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને યુએસએમાં જ ભારતની સંસ્કૃતિનું ઉચ્ચ પ્રદર્શન કરવાનો પ્રયત્ન ગુજરાતી સમાજ ના સહાય થી કરી રહ્યા છે.
આ પણ વાંચો: વર્ષ 2022માં મુખ્યમંત્રી રાહતફંડમાંથી અત્યાર સુધીમાં ₹8 કરોડથી વધુની સહાય મંજૂર
આ પણ વાંચો: નવલા નોરતાને લઈ નવા રંગરૂપમાં વેચાણ, મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
આ પણ વાંચો: જાણો કોના કહેવા પર સીઆર પાટીલે ઘટાડ્યું વજન, શું છે કારણ