ગુજરાત/ રાજયમાં 15 અને 16 નવેમ્બરે રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. ….

કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે

Gujarat
Untitled 142 રાજયમાં 15 અને 16 નવેમ્બરે રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. ....

 રાજયમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો . તેમને લઈને  રીક્ષાચાલકોમાં  પણ CNGના ભાવ ઘટાડાને લઈને  વિરોધ કરવામાં આવ્યો હતો.મદાવાદ ખાતે યોજાનાર આ બેઠકમાં હવે ટેક્સી ચાલકો પણ રિક્ષા ચાલકોના આંદોલનમાં સામેલ થયા છે. આ બેઠકમાં આવનાર દિવસોમાં CNGના ભાવ વધારા સામે કેવી રીતે લડત આપવી તે અંગે ચર્ચા કરવામાં આવશે અગાઉ રિક્ષાચાલકો આગામી 15મી અને 16મી નવેમ્બરે રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો ;જાહેરાત / ઉત્તરપ્રદેશમાં આગામી ચૂંટણી જીતવા માટે પ્રિયંકા ગાંધીએ કરી મોટી જાહેરાત…

રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. CNG ના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો CNG ના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો રિક્ષા ચાલક સમિતિએ દાવો કર્યો છે.

આ પણ વાંચો ;કોરોના / સિંગાપોરના પ્રાણી સંગ્રહાલયમાં ચાર એશિયાટિક સિંહ કોરોના સંક્રમિત

કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રીક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. CNGના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.