ગુજરાત/ રિયલ એસ્ટેટના ભાવમાં ભડકો: મકાનો મોંઘા થશે      

રશિયા-યુક્રેન વચ્ચે ફાટી નિકયેલ યુદ્ધ અને બાંધકામના કાચામાલના ભાવમાં થયેલાં ભડકાના કારણે તૈયાર રહેણાંક અને કોમર્શિયલ મિલકતોના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા શહેરોના બિલ્ડરોના મંડળો આ દિશામાં વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મલે છે.

Top Stories Ahmedabad Gujarat
ભાવમાં

@પ્રફુલ્લ ત્રિવેદી 

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ ધમાસાણ યુદ્ધ અને રો-મટિરયલ્સના ભાવમાં થયેલાં ભડકાના કારણે નવી રહેઠાણ અને કોમર્શિયલ મિલકતોના ભાવમાં 15 થી 20 ટકા ભાવ વધારો તોળાઈ રહ્યો છે. રાજકોટ બિલ્ડર એસો. ની આવતા સપ્તાહે બેઠક છે. જેમાં ભાવ વધારો કેટલો કરવો તેનો નિર્ણય લેવાશે. જ્યારે અમદાવાદમાં યોજાયેલા ગાહેડના પ્રોપર્ટી શો દરમ્યાન પણ આ મેદડે ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. જો કે આ અંગે ક્રેડાઈ-ગાહેડના અગ્રણી તેજશ જોશીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં રોમટિરિયલ્સના ભાવ નહીં ઘટે તો ભાવ વધારાની ફરજ પડશે. એમ ભાવ વધારા અંગે સામૂહિક નિર્ણય લેવાના નથી પણ જે બિલ્ડરની સાઇટ જે વિસ્તારમાં ચાલી રહી હોય, કેટલીક જૂની કે નવી છે, તે પોતાની સ્થિતિ પ્રમાણે નિર્ણય લેશે.  અગાઉ બંધાયેલા અને ખાલી પડી રહેલા ફ્લેટો, દુકાનો મુદ્દે અને ઓફિસો બિલ્ડર ધારે તો હાલના કે તેથી પણ ઓછા ભાવે મળી શકશે પરંતુ હાલ બાંધકામ અધૂરું છે કે પાયા જ ખોદાય છે, તે મિલકતો મોંધી પડવાની છે. મધ્યમ વર્ગનું ઘરના ઘરનું સપનું મોંઘું થવાનું છે. એવી જ રીતે મકાનનું રિનોવેશન કે વધારાનું બાંધકામ પણ મોંઘું પડવાનું છે.

એક તરફ ખુલ્લી જમીનના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ કાચા માલની કિંમતમાં અસામાન્ય ઉછાળો આવ્યો છે. લોખંડના ભાવમાં 30 ટકા થી વધુ, સિમેન્ટમાં 40 ટકા, કપચીમાં 35 ટકા, ઈંટોમાં 30 ટકાથી વધુ, ટાઇલ્સમાં 40 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. મજૂરીના ભાવમાં પણ આ જ ક્રમમા વધારો થયો છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પણ તોળાઈ રહ્યો છે. એ વધારાના કારણે ટ્રાન્સપોર્ટશન પણ મોંઘું થવાનું છે.

અમદાવાદમાં હાલ રહેણાંકના ફ્લેટોમાં ગોતામાં ફૂટે 5000, મણિનગરમાં 6000 થી વધુ, નવરંગપુરા-એલિસબ્રીજમાં 6000 નો ભાવ ચાલે છે. જો કે કેટલાક રોકાણકારોને ડાઉનપેમેન્ટમાં ફ્લેટ સસ્તો પડ્યો હોય તો તે બજાર ભાવ કરતાં નીચા ભાવે વેચી શકે છે. જો કે, લોકો હવે શેલા,બોપલ, શિલાજ, નવરાણીપ, ગોતા પૂર્વમાં નવા નિકોલ, નવા નરોડા, બાપુનગર- મણીનાગરથી આગળના વિકસતા નવા વિસ્તારો તરફ દૂર-દૂર જવા માંડ્યા છે, એક બાબત એવી પણ છે કે, જે શહેરમાં મેટ્રોરેલ શરૂ થાય ત્યાં એમ પણ થોડો ભાવ વધારો થતો જ હોય છે. અમદાવાદમાં ચૂંટણીના ગાળામાં મેટ્રોરેલ ચાલુ થવાની સંભાવના છે. તેની પણઅસર ભાવ વધારા ઉપર પડશે.

આ પણ વાંચો :રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર

આ પણ વાંચો : આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ, ઠેરઠેર જગ્યાએ કરાઈ ઉજવણી

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય મહેશ મકવાણાનું નિધન, કોળી સમાજ શોક મગ્ન

આ પણ વાંચો :ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના