Birthday/ આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ, ઠેરઠેર જગ્યાએ કરાઈ ઉજવણી

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Others
સી આર પાટીલનો
  • જિલ્લામાં ભાજપ પ્રદેશ પ્રમુખના જન્મ દિવસની ઉજવણી
  • જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા વિકાસ કામોના ભૂમિપૂજન દ્વારા કરાઈ ઉજવણી
  • જિલ્લા કમલમ કાર્યાલય આગળ બનશે પાણીની પરબ
  • રામપાર્ક ચાર રસ્તા ઉપર લગાવશે શહિદ વીર ભગતસિંહનું સ્ટેચ્યુ

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જન્મદિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલના હસ્તે પાણીની પરબનું ખાત મુહૂર્ત કરવામાં અવાયું હતું જ્યારે બોલુન્દ્રા આશ્રમમાં ગુરુજી આત્રેયભાઈ દ્વારા યજ્ઞનું આયોજન કરાયું હતું ત્યાર બાદ  ઋષિકુમારોને ધોતી વિતરણ પણ કરવામું આવ્યું હતું.

આ ઉપરાંત મોડાસા ખાતેના રામપાર્ક ચાર રસ્તા ઉપર શાયદ વીર ભગતસિંહ નું સ્ટેચ્યુ મુકવા માટે ભૂમિપૂજન કરાયું હતું. મોડાસાની બહેરામૂંગા શાળાના બાળકોને ભોજન જ્યારે બાયડ ખાતે આવેલા મંદ બુદ્ધિ આશ્રમને 58 ઇંચનું એલઇડી ટીવી વિતરણ જેવા જુદા જુદા કાર્યક્રમો દ્વારા પ્રદેશ પ્રમુખના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ માંથી જિલ્લા પ્રમુખ , જિલ્લા પ્રભારી જયશ્રીબેન તેમજ દેવરાજ ધામના મહંત ધનગીરી મહારાજ સહીત જિલ્લા માંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખના જન્મ દિવસની ઉજવણી જિલ્લાના ભિલોડા મેઘરજ સહિતના તાલુકાઓમાં પણ કરવામાં આવી હતી.

નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે. સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારમાં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય મહેશ મકવાણાનું નિધન, કોળી સમાજ શોક મગ્ન

આ પણ વાંચો : ફ્રેન્ડને ડયૂટી સોંપી બોયફ્રેન્ડ સાથે ફરવા જવું મહિલા કોન્સ્ટેબલને પડ્યું ભારે, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :  ઝીંઝુવાડા રણમાં વાછડાદાદા મંદિર કેમ્પમાં 356 અગરિયા દર્દીઓની તપાસ કરવામાં આવી

આ પણ વાંચો :ભાજપે વગાડ્યું ચૂંટણીનું બ્યુગલ, આવી રીતે કરી પ્રચારની શરૂઆત