Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજથી કમકમાટી ભરી ઘટના સામે આવી છે. પ્રાંતિજ તાલુકાના મહદેવપુરા ગામના તળાવમાં ન્હાવા પડતા ત્રણ બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે.
બનાવની વિગત મુજબ વાઘેલા સમાજની ત્રણેય બાળકીઓ પશુ ચરાવવા માટે ગઈ હતી.
જે દરમિયાન તળાવમાં ન્હાવા પડી હતી પરંતુ પાણીમાં તરતા ન આવડતું હોવાથી ત્રણેય બાળકીના ડૂબી જવાથી મોત થયા હતા. ત્રણ બાળકીઓના કમકાટી ભર્યા મોતથી ગામમાં શોકનો માહોલ છવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એકજ કુટુંબની ત્રણ દીકરીઓના મોત થયા છે. જેમાં બે તો સગી બહેન હતી, આ દૂર્ઘટનાના પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બનાવને પગલે પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો
આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ