New Delhi News : દિલ્હી (Delhi)ના ટિકરી કલાન (Tikri Kalan)વિસ્તારમાં બુધવારે એક CNG પંપ પર જોરદાર વિસ્ફોટ (Delhi CNG Blast)થતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, સિલિન્ડર ભરેલી એક ટ્રકમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
CNG પંપ પર રિફિલિંગ દરમિયાન થયો વિસ્ફોટ
મળતી માહિતી અનુસાર, CNG પંપ પર ટ્રકમાં સિલિન્ડર રિફિલિંગ (CNG Pump Explosion)ની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને ટ્રકમાં આગ લાગી ગઈ. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો.
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ફાયર બ્રિગેડને બપોરે 3:46 વાગ્યે ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.
અનેક લોકો ઘાયલ, તપાસ શરૂ
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
વિસ્ફોટનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કેટલું નુકસાન થયું છે તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો : CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત સાયલાના નવાગામ નજીક બની ઘટના મૃતક પિતા પુત્ર હોવાની માહિતી આવી સામે
આ પણ વાંચો : CNG કાર ઝાડ સાથે અથડાયા બાદ લાગી આગ, હોળી રમવા ગયેલા 2 મિત્રો જીવતા સળગ્યા
આ પણ વાંચો : સુરત: ચાર્જિંગમાં મૂકેલી પાવર બેંકમાં થયો વિસ્ફોટ, જાણીતી કન્ટેન્ટ ક્રિએટર શિવાની કપિલાનો રૂમ બળીને ખાખ!
