Operation Sindoor Documentary : ઓપરેશન સિંદૂર પર બનેલી ડોક્યુમેન્ટરીને લઈને પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ (Pakistan Reaction Operation Sindoor) જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ડોક્યુમેન્ટરીને ‘પ્રોપેગેન્ડા’ ગણાવી છે. તેમનો આરોપ છે કે ફિલ્મમાં સમગ્ર ઘટનાક્રમને માત્ર ભારતના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે અને વાસ્તવિક ઘટનાઓને એકતરફી રીતે દર્શાવવામાં આવી છે.
પાકિસ્તાની સેનાએ ડોક્યુમેન્ટરી પર ઉઠાવ્યા સવાલ
Ahmed Sharif Chaudhry એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ડોક્યુમેન્ટરી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેને ‘ટ્રેજેડી અને કોમેડી’ ગણાવતા આરોપ લગાવ્યો કે ફિલ્મમાં પસંદગીના ઇન્ટરવ્યુ, ભાવનાત્મક વાર્તા અને ફિલ્મી રજૂઆત દ્વારા ઘટનાને ભારતના પક્ષમાં રજૂ કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ ડોક્યુમેન્ટરી બનાવવાથી અગાઉ બનેલી ઘટનાઓની હકીકત બદલી શકાતી નથી.
Pakistan Reaction Operation Sindoor: 15 ઑગસ્ટે રિલીઝ થઈ હતી ડોક્યુમેન્ટરી
‘Declassified: Operation Sindoor’ નામની બે ભાગની ડોક્યુમેન્ટરી 15 ઑગસ્ટે રિલીઝ કરવામાં આવી હતી. તેનું નિર્માણ Warner Bros. Discovery દ્વારા કરવામાં આવ્યું છે અને તેને Discovery ચેનલ પર રજૂ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટરીમાં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની તૈયારી, આયોજન અને અમલ અંગેની વિગતો દર્શાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે અનેક વરિષ્ઠ ભારતીય સૈન્ય અધિકારીઓએ પ્રથમ વખત કેમેરા સામે આ ઓપરેશન અંગે વાત કરી છે.
કયા વરિષ્ઠ અધિકારીઓ જોવા મળ્યા?
ડોક્યુમેન્ટરીમાં ભારતીય સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના ઇન્ટરવ્યુ દર્શાવવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે:
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ
થલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહ
DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
અન્ય સૈન્ય અધિકારીઓ, સંરક્ષણ નિષ્ણાતો અને પત્રકારો
‘લશ્કરી નિષ્ફળતાને જીત તરીકે રજૂ કરી’
પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ડોક્યુમેન્ટરીમાં ભારતના ઓપરેશનના પરિણામને વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં વાર્તા અને વીડિયો દ્વારા પાકિસ્તાન સાથેના સૈન્ય સંઘર્ષની કેટલીક ઘટનાઓને ભારતની સફળતા તરીકે રજૂ (Operation Sindoor Documentary Controversy) કરવામાં આવી છે. પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ભારતીય સૈન્ય વિમાનો તોડી પાડ્યાનો દાવો પણ ફરી કર્યો છે. જોકે, ભારત અગાઉ પાકિસ્તાનના આવા દાવાઓને નકારી ચૂક્યું છે.
યુદ્ધવિરામ અંગે પણ પાકિસ્તાનનો અલગ દાવો
પાકિસ્તાની પક્ષે બંને દેશો વચ્ચે સંઘર્ષ અટકવા અંગે પણ અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ DGMO સ્તરે થયેલી વાતચીત બાદ લડાઈ અટકી હતી. આથી પાકિસ્તાને ઓપરેશન સિંદૂરને ભારતની એકતરફી જીત તરીકે રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. જોકે, આ મુદ્દે ભારત અને પાકિસ્તાનના દાવાઓ એકબીજાથી અલગ છે.
પહેલગામથી ઓપરેશન સિંદૂર સુધીનો ઘટનાક્રમ
22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં આતંકી (Pahalgam Attack) હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં મોટો વધારો થયો હતો. ત્યારબાદ 7 મે 2025ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. આ પછી બંને દેશો વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને 10 મેના રોજ બંને દેશોના DGMO વચ્ચે થયેલી વાતચીત બાદ સૈન્ય કાર્યવાહી રોકવા અંગે સહમતિ બની હતી.
ડોક્યુમેન્ટરી બન્યા બાદ ફરી ગરમાયો વિવાદ
ઓપરેશન સિંદૂરને લઈને ભારત અને પાકિસ્તાનના દાવા શરૂઆતથી જ અલગ રહ્યા છે. હવે આ ઓપરેશન પર બનેલી ડોક્યુમેન્ટરીમાં ભારતીય સૈન્ય અધિકારીઓના અનુભવો અને ઓપરેશનની અંદરની વિગતો સામે આવતા પાકિસ્તાને તેના પર સવાલો ઉઠાવ્યા છે. આથી ડોક્યુમેન્ટરી માત્ર સૈન્ય કાર્યવાહીનું દસ્તાવેજીકરણ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના અલગ-અલગ નેરેટિવને લઈને ફરી ચર્ચાનું કારણ બની છે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પાછળની આખી રણનીતિ સામે આવી, અજિત ડોભાલે ખોલ્યા મોટા રહસ્યો
આ પણ વાંચો: પહેલગામ હુમલા બાદ એક્શનમાં આવ્યા PM મોદી, ડોભાલે ખોલ્યું ‘ઓપરેશન સિંદૂર’નું રહસ્ય
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર : કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, રાજનાથ સિંહને હટાવવાની માંગ
