Rajkot/ લોકશાહીમાં સરકારના હાથે સ્વતંત્રતા હણાઈ, અમે પોલીસના દંડા ખાવા તૈયાર : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

લોકશાહીમાં જે સ્વતંત્રતા મળવી જોઈએ તે સરકાર નથી આપતી, અમે પોલીસના દંડા ખાવા તૈયાર : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

Top Stories Rajkot Gujarat
દૂધસાગર 5 લોકશાહીમાં સરકારના હાથે સ્વતંત્રતા હણાઈ, અમે પોલીસના દંડા ખાવા તૈયાર : ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કિસાન આંદોલન ગુજરાતમાં પણ વેગ પકડી રહ્યું છે. આજ રોજ સૌરાષ્ટ્રના અલગ અલગ ખેડૂત સંગઠનની બેઠક મળી હતી. રાજકોટના નિકસીટી ક્લબ ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા પણ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ખેડૂત નેતાઓ સાથે મહત્વની બેઠક  કરી હતી. જેમાં ખેડૂતોના અલગ અલગ પ્રશ્નોને લઈ ચર્ચા કરાઇ હતી. આ બેઠક બાદ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટનો અનાદર કરે છે. રાજ્યમાં 3 જગ્યાઓ પર ખેડૂત સંમેલનો કરાશે. 30 જેટલા ખેડૂત સંગઠનો રાજકોટમાં ઉપસ્થિત રહ્યા હતા. પાલ આંબલિયાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, સરકાર રોકવા હોય તો રોકે અને મારવા હોય તો મારે અમે સંમેલન કરવાના છીએ.

સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં પ્રવાસ કરવામાં આવશે. પ્રવાસ કર્યા બાદમાં સંમેલન કરવામાં આવશે. અમે જાતે ગુજરાતના ગામડાઓમાં સંપર્ક કરીશું. કિસાન સંઘને  આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ સરકાર ઉપર આક્ર પ્રહાર કાર્ય હતા. તેમને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓ કૃષિ કાયદાને લઈને અપપ્રચાર કરે છે. ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિને મારો ટેકો છે. સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો તમે આંદોલન ના કરતા હોય તો અત્યારે સરકાર તમારી ન હોત. સરકાર લોકશાહીમાં જે સ્વતંત્રતા મળવી જોઈએ તે નથી આપી રહી, અમે પોલીસના દંડા ખાવા તૈયાર છીએ. પરંતુ આંદોલન તો અમે કરીશું જ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…