Not Set/ રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીનું રાજીનામું, કંપનીના 4 ડિરેક્ટરોના પણ રાજીનામાં

દેવાના ડુંગર નીચે દબાયેલી રીલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. અનિલ અંબાણી સિવાય આરકોમના અન્ય  ચાર  મોટા અધિકારીઓએ પણ રાજીનામા આપી દીધા છે. અનિલ અંબાણી સિવાય છાયા વિરાની,રાયના કરાણી, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ ડાયરેક્ટર પદેથી રાજીનામાં આપતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ-સપ્ટેમ્બરના […]

Top Stories Business
mayaaaaa 4 રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીનું રાજીનામું, કંપનીના 4 ડિરેક્ટરોના પણ રાજીનામાં

દેવાના ડુંગર નીચે દબાયેલી રીલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે. અનિલ અંબાણી સિવાય આરકોમના અન્ય  ચાર  મોટા અધિકારીઓએ પણ રાજીનામા આપી દીધા છે.

અનિલ અંબાણી સિવાય છાયા વિરાની,રાયના કરાણી, મંજરી કક્કડ અને સુરેશ રંગચરે પણ ડાયરેક્ટર પદેથી રાજીનામાં આપતા ખળભળાટ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં રિલાયન્સ કોમ્યુનીકેશન કંપનીને રૂ. 30,142 કરોડનું નુકસાન થયું છે.જ્યારે આ ત્રિમાસીક ગાળામાં કંપનીની આવક ઘટીને 302 કરોડ થઈ ગઈ છે.ઉપરથી આરકોમના માલિક અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેન્કોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડોલર (અંદાજે 47,600 કરોડ) નહીં ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે.

એ સિવાય ભારતની પણ 9 બેંકોએ પણ કમ્પની પાસેથી 26 હજાર કરોડ વસુલ કરવાની તૈયારી કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.