Death/ પાટણના હારીજમાં મામલતદારનું બિલ્ડીંગ પરથી પટકાતાં મોત

પાટણ જીલ્લાના હારીજના મામલતદાર વેનાજી પટેલે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી નીચે પડતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠની…..

Top Stories Gujarat
Beginners guide to 29 1 પાટણના હારીજમાં મામલતદારનું બિલ્ડીંગ પરથી પટકાતાં મોત

Patan News: પાટણના હારીજમાં મામલતદારનું બિલ્ડીંગ પરથી પટકાતા મોત થયું છે. મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વેનાજી પટેલનું શંકાસ્પદ મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. મામલતદારે સવારે મીટિંગ બોલાવી હતી, પરંતુ મામલતદાર કચેરીના ત્રીજા માળેથી નીચે પટકાતાં મોતનું કારણ અકબંધ રહેતાં પ્રશાસન સામે પણ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લાના હારીજના મામલતદાર વેનાજી પટેલે મામલતદાર કચેરીના ત્રીજા માળેથી નીચે પડતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. મામલતદાર કચેરીમાં 51 શક્તિપીઠની પરિક્રમાના ભાગરૂપે મીટિંગ યોજી હતી. જોકે, મામલતદારનું મોત થતાં ઘટના સ્થળે હારીજ પોલીસ, એસડીએમ સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા. વેનાજી પટેલના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મામલતદારના મૃતદેહને હારીજ રેફરલ પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે. મામલતદારનું મોત કઈ રીતે થયું છે તે શોધી શકાયું નથી. તેથી તેની વધુ તપાસ FSL રિપોર્ટ આવ્યા થશે. 2022માં હારીજમાં મામલતદાર તરીકે બદલી થઈ હતી. થોડા દિવસ અગાઉ જ નર્મદા નિગમ બિલ્ડીંગ ખાતે ટ્રાન્સફર કરાઈ હતી. હારીજ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મોતનું કારણ શોધવા કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં માતૃત્વને લાંછન લગાડનાર કિસ્સો, અસ્થિર બાળક જન્મતાં માતાએ તરછોડ્યું…

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…