Death/ નવજાત બાળકને ઓવનમાં મૂકી માતા ઊંઘી ગઈ, બાળકનું અંતે મોત નિપજ્યું

પોલીસને શુક્રવારે બપોરે એક બાળકને શ્વાસ ન લઈ શકતું હોવાની માહિતી મળી હતી. આ ઘટનાના સંભવિત કારણ સંબંધી અદાલતી નિવેદનમાં કહેવાયું છે કે બાળકના શરીર પર દાઝવાના નિશાન હતા અને……..

Top Stories World
YouTube Thumbnail 2024 02 11T155353.163 નવજાત બાળકને ઓવનમાં મૂકી માતા ઊંઘી ગઈ, બાળકનું અંતે મોત નિપજ્યું

@Nikunj Patel

USA News: મહિલાએ તેના બાળકને સુવડાવવા માટે કથિતપણે ઓવનમાં રાખી દીધું હતું. જેને કારણે બાળકનું મોત નીપજ્યુ હતું. અમેરિકામાં બનેલી આ ઘટનામાં મહિલાની લાપરવાહીએ તેના બાળકનો જીવ લઈ લીધો હતો. આ મહિલાને એ પણ સમજાયું ન હતુ કે તે તેના બાળકને ક્યાં સુવાડી રહી છે. મહિલાએ બાળકને સુવડાવવા માટે ઓવનમાં મુકી દીધું હતું. જેને કારણે બાળક મોતને ભેટ્યું હતું.

અમેરિકાના કેંસાસ સિટીમાં રહેતી મારીયા થોમસ પર પોતાના બાળકને જોખમમાં મુકવાનો આરોપ લગાવાયો છે. મહિલાએ આ કામ ભૂલથી કર્યું હતું કે જાણીજોઈને તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે.

પોલીસને શુક્રવારે બપોરે એક બાળકને શ્વાસ ન લઈ શકતું હોવાની માહિતી મળી હતી. આ ઘટનાના સંભવિત કારણ સંબંધી અદાલતી નિવેદનમાં કહેવાયું છે કે બાળકના શરીર પર દાઝવાના નિશાન હતા અને તેને મૃત ઘોષિત કરાયું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સુચના મળ્યા બાદ ઘટનાસ્થલે પહોંચેલી પોલીસને એક સાક્ષીએ જણાવ્યું હતું કે માતાએ બાળકને સુવાડવા માટે ભૂલથી તેને ઓવનમાં રાખી દીધું હતું.

પોલીસે તપાસ કરી તો મહિલાએ જણાવ્યું કે રાત્રે બાળકને દૂધ પીવડાવ્યા બાદ તેને પારણામાં સુવડી રહી હતી. પરંતુ ખબર નહી કેવી રીતે તેણે બાળકને ભૂલથી ઓવનમાં રાખી દીધું. સવારે તેની ઉંઘ ઉડી તો તેને ધ્યાનમાં આવ્યું કે તેણે તો ભૂલથી બાળકને ઓવનમાં સુવડાવ્યું છે. જેવું તેણે ઓવન ખોલીને જોયું તો બાળક તેમાં શેકાઈ ગયું હતું. તરત તેણે બાળકને હોસ્પિટલ પહોંચાડ્યું પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ ચુક્યું હતું. પોસ્ટમોર્ટમમાં બાળકનું મોત શ્વાસ રૂંધાવાથી અને દાઝી જવાથી થયું હોવાનો ખુલાસો થયો હતો.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પદ્મશ્રી એવોર્ડ મેળવ્યા પહેલા જ પંડિત લક્ષ્મણ ભટ્ટ તૈલાંગનું થયું અવસાન; જાણો કોણ હતા આ સંગીતકાર

આ પણ વાંચો:ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં વધી રાજકીય ઉથલપાથલ, RJDએ તેના ધારાસભ્યોને..