Accident/ સેનેગલમાં અકસ્માતમાં 50ના મોતઃ 70થી વધુ ઇજાગ્રસ્ત

રવિવારે મધ્ય સેનેગલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 78 લોકો ઘાયલ થયા છે. સેન્ટ્રલ સેનેગલમાં બે બસો સામસામે ટકરાઈ હતી, જેના કારણે બંને બસમાં સવાર ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા.

Top Stories India
Accident

Accident: રવિવારે મધ્ય સેનેગલમાં એક ભયાનક માર્ગ અકસ્માત Accident થયો હતો. આ Accidentમાં  ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે અન્ય 78 લોકો ઘાયલ થયા છે. સેન્ટ્રલ સેનેગલમાં બે બસો સામસામે ટકરાઈ હતી, જેના કારણે બંને બસમાં સવાર ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા.

પ્રેસિડેન્ટ મેકી સૈલે જણાવ્યું હતું કે કાફરીન ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે લગભગ 3.30 વાગ્યે માર્ગ Accident થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા.

આ પણ વાંચોઃ  રશિયાએ 89 સૈનિકોના મોતનો બદલો લીધો! યુક્રેનના 600 સૈનિકોને મારવાનો દાવો કર્યો

તેમણે કહ્યું કે હું આજે ગનીબીમાં થયેલા દુ:ખદ માર્ગ Accidentથી ખૂબ જ દુઃખી છું, જેમાં 50 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.

રાષ્ટ્રપતિએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ માર્ગ સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરશે. તમને જણાવી દઈએ કે રોડ અકસ્માત નેશનલ રોડ નંબર-1 પર થયો હતો. સરકારી વકીલના જણાવ્યા અનુસાર, પંકચર થયેલા ટાયરને કારણે જાહેર બસ બીજી બસ સાથે અથડાઈ હતી. જેના કારણે બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 78 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી પથ્થરમારો,ભાજપે આ મામલે NIA તપાસની કરી માંગ

2017માં પણ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો

સ્થાનિકોનું કહેવું છે કે પશ્ચિમ આફ્રિકન દેશમાં ખરાબ રસ્તાઓ, ખરાબ કાર અને ડ્રાઈવરો નિયમોનું પાલન ન કરવાના કારણે અકસ્માતો નિયમિતપણે થાય છે. 2017માં, બે બસો વચ્ચે અકસ્માત થતાં ઓછામાં ઓછા 25 લોકોનાં મોત થયાં હતાં.

આ પણ વાંચોઃ

ભારતના ‘ઉંદરો’ ટૂંક સમયમાં દુશ્મનને ‘કોતરી’ ખાશે

 ઓ માય ગોડ ! બેંગલુરુમાં એક વર્ષમાં એક કરોડથી વધુ ટ્રાફિક ભંગના કેસ નોંધાયા

સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર અને ચાઇનીઝ દોરી અંગે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું