નિવેદન/ સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર અને ચાઇનીઝ દોરી અંગે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું

હાલમાં રાજ્ય સરકારે વ્યાજખોર અને ઉત્તરાયણ પર્વ સમયે ચાઇનીઝ દોરી પર તવાઇ બોલાવી છે.

Top Stories Gujarat
Home Minister Harsh Sanghvi
  • સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
  • વ્યાજખોર-ચાઈનીઝ દોરી પર નિવેદન
  • વ્યાજખોર મામલે પોલીસની ચાલશે મુહિમ
  • આવતીકાલથી પોલીસ પ્રજા વચ્ચે જશે
  • એક અઠવાડિયું વ્યાજખોર વિરુદ્ધ મુહિમ ચાલશે
  • લોક દરબારમાં જાહેરમાં ફરિયાદ લેશે
  • સરકારની 100 દિવસની કામગીરી મહત્વની
  • દોરીથી જીવ ના જાય તેની પોલીસને આપી સુચના

Home Minister Harsh Sanghvi   ગુજરાતમાં ભાજપ સરકારે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હાલ તમામ મામલે એકશન મોડમાં જોવા મળી રહી છે. હાલમાં રાજ્ય સરકારે વ્યાજખોર અને ઉત્તરાયણ પર્વ સમયે ચાઇનીઝ દોરી પર તવાઇ બોલાવી છે. વ્યાજખોર સામે તો એક મુહિમ છેડી દીધી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં  ચાઇનીઝ દોરી અને વ્યાજખોરો સામે મોટું નિવેદન આપ્યું છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi  ) વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે.આવતીકાલથી પોલીસ પ્રજા વચ્ચે જશે અને એક અઠવાડિયા સુધી વ્યાજખોરો વિરૂદ્વ મુહિમ ચલાવશે. આ મામલે લોક દરબારમાં પણ ફરિયાદ લેવામાં આવશે. સરકારની 100દિવસની કામગીરી અતિ મહત્વની છે.ચાઇનીઝ દોરીની સામેની મુહિમમાં ગુજરાત પોલીસે તમામ શહેરોમાં, તમામ જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી ખૂબ જ મહત્વના પગલા ભર્યા છે, પરંતુ મારી ગુજરાતના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે, પતંગ ઉડાવવાનો શોખ જરૂરથી હોવો જોઈએ, પરંતુ આ રંગબેરંગી પતંગથી પેચ કાપતા કોઈનું જીવન ન જતું રહે, કોઈની પરિસ્થિતિ ન બગડી જાય તે સૌ લોકો જરૂરથી વિચારજો.આ ઉપરાંત ચાઇનીઝ દોરી મામલે પણ  હર્ષ સંઘવીએ કહ્યું કે દોરીથી કોઇની મોત ન થાય તે અંગે પણ પોલીસને સૂચના આપી છે.

Digital Superpower/ ભારત બનશે ડિજિટલ વિશ્વની મહાસત્તા