Not Set/ દુનિયામાં 1500થી વધુ અબજોપતિ : જાણો કયા દેશમાં છે સૌથી વધુ અબજોપતિ

જિનેવા, દુનિયામાં ધનવાન લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અબજોપતિઓની સંખ્યા દિવસેને દિવસે ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહી છે. જેના કારણે દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા હવે 1500નાં આંકડાને પાર કરી ગઈ છે, જે 2015ની સરખામણીમાં 10 ટકા વધુ છે. સ્વીત્ઝરલેન્ડની નંબર વન બેંક યુબીએસ અને પીડબ્લ્યુસી દ્વારા જાહેર કરવામાં આવેલ રીપોર્ટમાં આ આંકડો […]

India World Trending
rich દુનિયામાં 1500થી વધુ અબજોપતિ : જાણો કયા દેશમાં છે સૌથી વધુ અબજોપતિ

જિનેવા,

દુનિયામાં ધનવાન લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અબજોપતિઓની સંખ્યા દિવસેને દિવસે ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહી છે. જેના કારણે દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા હવે 1500નાં આંકડાને પાર કરી ગઈ છે, જે 2015ની સરખામણીમાં 10 ટકા વધુ છે.

Asia 1 દુનિયામાં 1500થી વધુ અબજોપતિ : જાણો કયા દેશમાં છે સૌથી વધુ અબજોપતિ

સ્વીત્ઝરલેન્ડની નંબર વન બેંક યુબીએસ અને પીડબ્લ્યુસી દ્વારા જાહેર કરવામાં આવેલ રીપોર્ટમાં આ આંકડો જાહેર કરાયો છે. જે મુજબ દુનિયામાં અબજોપતિઓની સંખ્યાનો આંકડો 1500ને પાર થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે, અબજોપતિઓની સંખ્યા મામલે હવે સૌથી આગળ અમેરિકા કે યુરોપ નથી રહ્યા, પરંતુ એશિયા પ્રથમ ક્રમે આવી ગયુ છે. સૌથી વધુ અબજપતિઓની સંખ્યા પણ એશિયામાં જ વધી છે. નવા અબજપતિઓમાંથી ત્રીજા ભાગના અબજપતિ ભારત અને ચીન જેવા વિકાસશીલ દેશોમાંથી આવે છે.

રીપોર્ટ મુજબ એશિયામાં કુલ 637 અબજપતિઓ છે. જ્યારે અમેરિકામાં અબજપતિઓની સંખ્યા 563 છે. જયારે યુરોપમાં અબજપતિઓની સંખ્યા 342 પર છે. એટલે કે એક રીતે વર્ષોથી ચાલ્યો આવતો અબજપતિઓ પરનો અમેરિકાનો ઈજારો હવે તુટી ગયો છે અને એશિયા દુનિયાની નવી આર્થિક તાકાતના સ્વરુપમાં ઉભરી રહી છે. જેમાં ભારતચીનદક્ષિણ કોરીયા અને જાપાન જેવા દેશો મહત્વનો ફાળો ભજવી રહ્યા છે.