ઉત્તર પ્રદેશનાં સંતકબીરનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યો છે. શનિવારે સવારે જિલ્લાનાં ઘાઘરા નદીમાં આવેલા રામબાગ ઘાટ પાસે બોટ પલટી ગઈ હતી, જેના કારણે ચાર મહિલાઓ સહિત 18 લોકો ડૂબી ગયા હતા. આ અકસ્માતમાં ચાર મહિલાઓ હજુ પણ લાપતા છે, જ્યારે 14 લોકો તરીને બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંતકબીરનગરનાં ઘનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારનાં બાલમપુર અને ચપરા પૂર્વી ગામનાં 18 લોકો સવારે ઘાઘરા નદીને પાર કરીને ડાંગર કાપવા જઇ રહ્યા હતા. ત્યારે અચાનક બોટ પલટાઇ ગઈ અને બધા લોકો ડૂબી ગયા, પરંતુ મહિલાઓ સિવાય બાકીનાં ઘણા લોકો પાણીમાંથી નીકળવામાં સપળ રહ્યા. લાપતા મહિલાઓનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
આ ઘટનાની નોંધ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને બચાવ કાર્ય ઝડપી બનાવવા કહ્યુ છે. આ સાથે, તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપીને સૂચના આપી છે કે તેઓ ઘટના સ્થળે પહોંચે અને બચાવ કાર્ય એસડીઆરએફની મદદથી તાત્કાલિક તમામ શક્ય સહાયની ખાતરી આપે.
તહસિલદાર વંદનાં પાંડેનાં જણાવ્યા મુજબ બાલમપુરની માયા અને રેખા અને ચપરાપૂર્વીની રૂપા અને કવિતા ગાયબ છે. સ્થાનિક ડાઇવર્સ ડૂબી ગયેલી મહિલાઓની શોધ કરી રહ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. એસડીએમ પ્રમોદ કુમાર, સીઓ એકે પાંડે, એસઓ રણધીર મિશ્રા સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.