Jammu Kashmir/ શ્રીનગરનાં બજારમાં ખુલેઆમ ફાયરિંગ કરી આતંકીઓ થયા ફરાર, 2 પોલીસકર્મીઓ શહીદ

શ્રીનગરનાં બારજુલા વિસ્તારમાં, આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં બે જવાન શહીદ થયા છે.

India
PICTURE 4 284 શ્રીનગરનાં બજારમાં ખુલેઆમ ફાયરિંગ કરી આતંકીઓ થયા ફરાર, 2 પોલીસકર્મીઓ શહીદ

શ્રીનગરનાં બારજુલા વિસ્તારમાં, આતંકવાદીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં બે જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ આ વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે.

Crime: શેતાન પાડોશીએ માનવતાની હદ વટાવી, માંની કોક પર મારી લાત, બાળકનું ગર્ભમાં જ મોત

આતંકી હુમલામાં ઘાયલ પોલીસ જવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. અજાણ્યા લોકો તરફ ફાયરિંગની વાત શરૂઆતમાં સામે આવી રહી હતી, પરંતુ બાદમાં એજન્સીઓએ આતંકી હુમલાની પુષ્ટિ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શેરીમાંથી બહાર આવેલા આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો અને તે જ શેરીમાંથી ફરાર થઈ ગયા.

https://twitter.com/ANI/status/1362679112058294273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1362679112058294273%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fjammu-and-kashmir%2Fstory-terrorist-attack-in-srinagar-two-jammu-kashmir-policemen-martyred-know-details-3862688.html

Encounter / જમ્મુ-કાશ્મીરનાં શોપિયાં અને બડગામમાં એન્કાઉન્ટર, ત્રણ આતંકીઓ ઠાર

અહી નવાઇની વાત એ છે કે, પોલીસ ઉપર થયેલા આ આતંકી હુમલાની ઘટના 20 દેશોનાં 24 રાજદ્વારીઓની બે દિવસીય મુલાકાત પછી ઘટી છે. માનવામાં આવે છે કે, આ ઘટના દ્વારા આંતરરાષ્ટ્રીય ચર્ચામાં આવવા માટે આતંકવાદીઓએ આ કર્યું છે. પોલીસકર્મીઓ પર આતંકીઓએ નજીકથી આવીને અંધાધૂંધ ફાયરિંગ કરી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. ભર બજારમાં આવી ગોળીબારથી શ્રીનગરમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના બાદ તુરંત જ મોટા પાયે સુરક્ષા દળો મોકલવામાં આવ્યા હતા. આસપાસનાં વિસ્તારમાં આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. ઘાયલ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બંનેને બચાવી શકાયા નહીં. શહીદ થયેલા જવાનોમાં એક કોન્સ્ટેબલ સોહેલ છે.

Corona Vaccine: લો બોલો!! વેક્સિન લીધા બાદ કલેક્ટરને થયો કોરોના

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બુધવારે આતંકવાદીઓએ એક રેસ્ટોરન્ટ માલિકનાં પુત્રની હત્યા કરી હતી. પોલીસ પર થયેલા આતંકવાદી હુમલોનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આતંકીઓ ખૂબ જ અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ ભાગતા નજરે પડે છે, જો કેઆ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ