- ખેડાનાં કલેકટર આઇ.કે.પટેલને થયો કોરોના
- વેક્સિન લીધા બાદ કલેકટરને આવ્યો કોરોના
- વેક્સિન લીધાનાં 15 દિવસ પછી થયો કોરોના
- કલેકટરની સાથે DDOને પણ થયો કોરોના
- DDO ડી.એસ.ગઢવીને લાગ્યો કોરોનાનો ચેપ
- ખેડા કલેકટર કચેરીનાં અનેક કર્મચારીનો કરાયો ટેસ્ટ
- બધાનાં રિપોર્ટ આવ્યા નેગેટિવ
- કલેકટરને કોરોના થતાં 15 દિવસની રજા પર
- એડિ.કલેકટર રમેશ મેરજા આવ્યા કલેકટરનાં ચાર્જમાં
- વેક્સિન લીધા બાદ કલેકટરને કેવી રીતે લાગ્યો કોરોનાનો ચેપ?
- કલેકટર કચેરીમાં ભારે ચર્ચા
રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો હોય તે સામે આવી રહેેલા આંકડા પરથી સમજી શકાય છે. પરંતુ આ વચ્ચે રાજ્યનાં મુખ્યમંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાવાયરસ છે કે નહી તેને લઇને ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. વળી આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ફરી ઝીંકાયો વધારો, સામાન્ય નાગરિક પર મોંધવારી માર
આપને જણાવી દઇએ કે, ખેડાનાં કલેક્ટર આઇ.કે. પટેલને કોરોના થયો છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમને વિક્સિન લીધા બાદ કોરોના થયો છે. કલેક્ટરની સાથે DDO ડી.એસ.ગઢવીને પણ કોરોના થયો હોવાનુ સામે આવ્યુ છે. આ પછી ખેડા કલેક્ટર કચેરીનાં અનેક કર્મચારીઓનો કોરોનાનો ટેસ્ટ કરાયો છે. જો કે તમામનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. વળી બીજી તરફ કલેક્ટરને કોરોના થતા તેઓ 15 દિવસની રજા પર છે.
Election / અમદાવાદમાં આજે ભાજપ કરશે મેગા રોડ શો, આ રહેશે આકર્ષણનું કેન્દ્ર
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
