Not Set/ જસદણ વિધાનસભા અમે બહુમતીથી જીતીશું: શિક્ષણ મંત્રી

ગાંધીનગર, ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ડીજીપી કોન્ફરન્સ અને વાઈબ્રન્ટ સમિટ જેવી રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ યોજાવા જઇ રહી છે, ત્યારે આ બેઠકમાં પાંચ રાજ્યોમાં ભજપની હાર છતાં જસદણની ચૂંટણીમાં અમે ચોક્કસ ચૂંટણી જીતીશુંનો આત્મવિશ્વાસ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વ્યક્ત કર્યો હતો.તો કોંગ્રેસની બેવડી નીતિ પર પ્રહાર કર્યા હતાં. પેટાચૂંટણી જસદણમાં જોર લગાવવા ભાજપના પ્રદેશ નેતાઓ મનોમંથન કરી […]

Top Stories Gujarat

ગાંધીનગર,

ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ડીજીપી કોન્ફરન્સ અને વાઈબ્રન્ટ સમિટ જેવી રાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટ યોજાવા જઇ રહી છે, ત્યારે આ બેઠકમાં પાંચ રાજ્યોમાં ભજપની હાર છતાં જસદણની ચૂંટણીમાં અમે ચોક્કસ ચૂંટણી જીતીશુંનો આત્મવિશ્વાસ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વ્યક્ત કર્યો હતો.તો કોંગ્રેસની બેવડી નીતિ પર પ્રહાર કર્યા હતાં.

પેટાચૂંટણી જસદણમાં જોર લગાવવા ભાજપના પ્રદેશ નેતાઓ મનોમંથન કરી રહ્યાં છે, આ મામલે કમલમમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી 21 અને 22 ડિસેમ્બરે કેવડિયા ખાતે દેશના અલગ અલગ રાજ્યોના ડીજીપી કોન્ફરન્સ છે. જેમાં પીએમ મોદી ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી તેમની સુરક્ષા, પ્રોટોકોલ વ્યવસ્થા સંબંધિત અન્ય જવાબદારીઓ માટે અને ત્યારબાદ વાઇબ્રન્ટ સમિટ હોવાથી કોઈ એક મંત્રીને વધુ જવાબદારી આપવી જરૂરી છે.

મુખ્યમંત્રી રૂપાણી તમામ કાર્યક્રમોમાં વ્યસ્ત બન્યા હોવાથી પ્રદીપસિંહની જવાબદારી કોઈ અન્ય પ્રધાનને સોંપવી ખૂબજ જરૂરી છે. જેથી આજની કેબિનેટમાં વિવિધ વિભાગોના ખાતા વહેંચણીમાં કેટલાક આંશિક ફેરફારો કરવાની ચર્ચા કરવામાં આવી છે. ગાંધીનગર સચીવાલય ખાતે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતા બેઠક યોજાઇ હતી.

જેમા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રસની જીત પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ઇવીએમ મુદ્દે કોંગ્રેસનું બેવડૂં વલણ  છે અને પરંતુ જસદણ વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પર કોઇ અસર જોવા નહી મળે.