Not Set/ ભાજપના ધારાસભ્ય પર કોરોનાનો કેર, એક જ દિવસમાં આ બે નેતા થયા પોઝિટિવ

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો.

Gujarat Others
કોરોના

ગુજરાતમાં એક પછી એક નેતા કોરોના વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા બાદ હવે ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે.અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે.

આ પણ વાંચો :અમિત શાહ આવશે બે દિવસ ગુજરાતની મુલાકાત, જૈવિક ખેતીને લગતા કાર્યક્રમમાં આપશે હાજરી

  • કરજણના ધારાસભ્ય, પરિવાર કોરોના સંક્રમિત
  • ધારાસભ્ય અક્ષય પટેલ થયા કોરોના સંક્રમિત
  • તેમના પત્ની અને પુત્રી પણ સંક્રમિત થયા
  • ધારાસભ્ય સહિત ત્રણેય હોમ કોરોન્ટાઈન થયા
  • સામાન્ય લક્ષણ લગતા ઘરે જ શરૂ કરી કોરોનાની સારવાર

આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

આપને જણાવી દઈએ કે, આજે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. તેમને હળવા લક્ષણ હોવાથી હોમ આઇસોલેટ થયા છે.આપને જણાવીએ કે તેમના સંપર્કમાં આવનાર અધિકારીઓ RTPCR ટેસ્ટ કરાવ્યો છે.

આ પણ વાંચો :પોર્ટ બંદરે 10.01.2022ના રોજ 100 મિલિયનનો આંકડો પાર કર્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3843, સુરત કોર્પોરેશનમાં 2505,  વડોદરા   કોર્પોરેશનમાં 776,  રાજકોટ કોર્પોરેશનમાં 319, સુરત 265, વલસાડમાં 218, ભરૂચમાં 217,  ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારીમાં 147, ભાવનગર કોર્પોરેશનમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર કોર્પોરેશનમાં 77, મહેસાણામાં 63, અમદાવાદમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 39, ગીર સોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગરમાં 26, પંચમહાલમાં 26, જામનગરમાં 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, જૂનાગઢમાં 11, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2, છોટા ઉદેપુરમાં એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો :લીંબડીથી સ્વામી વિવેકાનંદને શિકાગો જવાની પ્રેરણા મળી હતી

આ પણ વાંચો :કચ્છમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આચંકા,દુધઇથી 20 કિ.મી.દૂર કેન્દ્રબિંદુ

આ પણ વાંચો : ઉત્તરાયણ પર્વે પોલીસ જાહેરનામાનું ભંગ કર્યું છે તો ખેર નથી, કાયદેસરની કાર્યવાહી,ડ્રોનથી બાજ નજર