Junagadh News/ જૂનાગઢ ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી મહાદેવભારતીને હટાવ્યા : ગઈકાલે 80 કલાકે ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા હતા

બાપુએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ માનસિક શાંતિ માટે ઉદાલી આશ્રમે મૌન અનુષ્ઠાન કરી આવ્યા હતા

Top Stories Gujarat Others

Junagadh News : ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​મહાદેવભારતી બાપુને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે તેમને ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દીધા છે.ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે જણાવ્યું કે, લઘુમહંત મહાદેવ ભારતીને લઘુમહંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ મહાદેવ ભારતીને હવે જુનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી.

મહાદેવભારતી બાપુએ સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે તેઓ ગિરનારના સાંનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી.008 મહામંડલેશ્વર મહાદેવભારતીએ સુસાઇડ નોટમાં લખ્યું કે હિતેશ ઝડફિયા અને કૃણાલ હરિયાણી, આ બે છોકરાને મેં ઓફિસમાં વહીવટમાં રાખ્યા હતા.

બાપુના નજીકના હતા, જેથી મેં તેમને રાખ્યા. બહુ જ વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ મેહુલ ડોડિયા, મુંબઈ, તેમને પરેશ નામના એક સુરતના છોકરાએ ફેસબુક પરથી કોન્ટેક્ટ કર્યો કે મારે હરિહરાનંદ બાપુને મળવું છે. મેહુલે પ્રકાશ, જે બાપુની ગાડી ચલાવતો હતો, તેમનો નંબર આપ્યો. પરેશે પ્રકાશ સાથે વાત કરતા પ્રકાશે કહ્યું કે અમે અમદાવાદ, સરખેજ આશ્રમે છીએ, ત્યાં આવો. ​પરેશ સરખેજ આશ્રમે આવ્યો, બાપુને મળ્યો. પરેશ સ્વામિનારાયણ મંદિરમાં તથા ચડાવ હનુમાન મંદિર, ગિરનાર પગથિયે, અવારનવાર સેવા માટે આવતો, એ બધી વાત તેણે બાપુને કીધી.

બાપુએ પરેશને કીધું કે તું મારી સાથે રહીને સેવા કર અને મારો શિષ્ય બની જા. પરેશે કીધું, “થોડો સમય આપો.” પરંતુ બાપુએ આખી રાતમાં ત્રણ વખત બોલાવીને પરેશને કહ્યું હતું, “દીક્ષા લઈ લે.” બાપુ રડ્યા એટલે પરેશ માની ગયો અને સવારે બાપુએ એકલા હાથે પરેશને દીક્ષા આપી દીધી અને પરમેશ્વર ભારતી નામ આપ્યું. હવે તે બાપુ સાથે રહેવા માંડ્યો. પછી બાપુએ તેમને બુરા આશ્રમે રાખ્યા.

​પછી મેં તેમને જૂનાગઢ આશ્રમમાં મારી સાથે રહીને મને આશ્રમમાં મદદરૂપ થાય એવી ભાવના સાથે જૂનાગઢ બોલાવ્યો. તેઓ આવ્યો અને સાથે રહેવા માંડ્યા. વ્યવસ્થિત રીતે અમે રહેતા હતા. પેલા બે છોકરા, હું, તથા પરમેશ્વર ભારતી સાથે હળીમળી રહેતા હતા. પછી જે હિતેશ ઝડફિયા હતો તે રોજ રાત્રે અશોકના ઘરે સૂવા માટે જતો હતો. અશોક આશ્રમ સામે ચાની કીટલીનું કામ કરે, એટલે રાત્રે ત્યાં હોય.​અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે, એટલે બાપુને વાત કરી. પછી ગોવાળને રજા આપી દીધી. એટલે ગોવાળ ભરડાવાવ પાસે રહેવા જતા રહ્યા. તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો, એટલે મેં, બાપુએ, તેમને આવું કરવાની ના પાડી. તો તે આશ્રમમાંથી નીકળી ગયો અને ગોવાળની સાથે તેમના ઘરે રહેવા જતો રહ્યો. આ વાત પરમેશ્વર ભારતીને ના ગમી, એટલે મારી સાથે એ ઝઘડવા માંડ્યા. એ આખો દિવસ ત્યાં તેમની ચાની કીટલીએ જઈને બેસતો.

એટલે મેં તેમનો વિરોધ કર્યો. આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારીએ બેસીએ, એ બરાબર ના કહેવાય. આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા.​આ ત્રણેય જણા- હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી, મને ખૂબ જ માનસિક ટોર્ચરિંગ કરવા માંડ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી મારા પર માનસિક ટોર્ચરિંગ કરે છે, એમાં છેલ્લા પાંચ મહિનાથી તો ખૂબ જ વધી ગયું છે. બાપુને પણ દબાણ કરે છે. બાપુએ મને કીધું કે તું ગોરા આશ્રમે વયો જા. ત્યાં મંદિરનું કામ ચાલુ છે, તો ત્યાં રહેજે. હું ગોરા ગયો. ત્યાં પણ આ બંને છોકરા આવ્યા અને ત્રણેય થઈને પાછું મારા પર એ જ ચાલુ કરી દીધું.

હું ત્યાંથી નીકળી ગયો અને અંકલેશ્વર પાસે દત્ત આશ્રમ, ઉદાલી જતો રહ્યો. એ દરમિયાન આ લોકોના ટોર્ચરિંગથી મારા મગજ પર ખરાબ અસર પડી, જેથી સતીશભાઈ ખરેડી મને રાજકોટ મેન્ટલની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં પાંચ મહિના દવા લીધી. દવા લો તો જ ઊંઘ આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ.મને અહીં શાંતિથી રહેવા દો’

આખા શ્રાવણ માસનું મૌન અનુષ્ઠાન ઉદાલી આશ્રમે કર્યું, તો મને રાહત થઈ. પછી હું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરી ખડિયા મહાકાળી ધામ, જ્યાં મારો શિષ્ય રહે છે, ત્યાં રોકાવા સાત-આઠ દિવસ આવ્યો. હું ત્યાં શાંતિથી રહેતો હતો. ત્યાં મનોજ જોબનપુત્રા (ટ્રસ્ટી) તથા જયદીપ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યા. પહેલા તો મેં ના પાડી કે “મને અહીં શાંતિથી રહેવા દો.” પછી તેમણે બહુ આગ્રહ કર્યો હતો, એટલે હું આવ્યો. જૂનાગઢ આશ્રમે આવ્યો, દર્શન કરી બાપુને મળ્યો. પછી બાપુએ કીધું કે સરખેજ આશ્રમે થોડા દિવસ રહીને પછી ગોરા વયો જજે.

પછી થોડા દિવસ સરખેજ રહીને નવરાત્રિ અનુષ્ઠાન કરવા હું ગોરા આશ્રમ ગયો. નલખેડા બગડામુખી માતાજીને ત્યાં જઈ આવો. એવો બાપુનો પાછો ફોન આવ્યો. હું ઉજ્જૈન, નલખેડા જઈ પછી પાછો અમદાવાદ આવ્યો. સરખેજ આશ્રમે દિવાળી કરી. હું ત્રીજ-ચોથમાં સાણથલી ગામે કથા હતી ત્યાં ગયો.

​ત્યાર પછી એવું નક્કી કર્યું કે હવે જૂનાગઢ થોડા દિવસ રહેવાનું. પહેલા બીજના દિવસે બાપુએ જૂનાગઢ આવવાનું કહ્યું. પછી પરમેશ્વર ભારતીએ બાપુને ના પાડી કે “એ મહાદેવભારતી જૂનાગઢ ના આવવા જોઈએ.” બાપુને ધમકી પણ આપી. પછી સરખેજથી અમર ભારતી બાપુ, ઇક્કા બાપુ, તથા મનોજભાઈ જોબનપુત્રા (હું ખડિયા હતો ત્યાંથી) આવ્યા અને બધા રાત્રે 12:00 વાગ્યે આશ્રમે આવ્યા. પરમેશ્વર ભારતીને બધાએ બહુ જ સમજાવ્યા. રાત્રે ત્રણ વાગ્યા સુધી સમજાવ્યા સમાધાન માટે, પણ તે માન્યા નહીં. બીજે દિવસે અને રાત્રે પણ સમજાવ્યા, તોપણ ના માન્યા.

ઓલા બે છોકરા, હિતેશ અને કૃણાલને પણ બોલાવ્યા, પણ તેઓ પણ કહેવા માંડ્યા, “મહાદેવ બાપુને આશ્રમમાંથી જવા દો.” સમાધાન તો ના કર્યું, ઊલટાની ધાકધમકી આપવા લાગ્યા.મને અને હરિહરાનંદ બાપુ (ગુરુજી)ને છેલ્લા ઘણા ટાઈમથી આ લોકો ત્રણેય જણા ખૂબ ટોર્ચરિંગ કરે છે. આ લોકોના ત્રાસથી હું મારું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હું હવે આવા લોકોથી એટલો ત્રાસી ગયો છું કે મને મરવા મજબૂર થવું પડ્યું છે, તેથી હું આજે જંગલમાં ગિરનારના સાંનિધ્યમાં મારું જીવન પૂરું કરું છું.

મારી એવી ઈચ્છા છે કે મારું શરીર જીવતા તો કોઈને કામ આવ્યું હોય કે ના આવ્યું હોય, પણ મારા મર્યા પછી આ જીવન જંગલી પશુઓને કામ આવે. એટલા માટે હું જંગલમાં જઈ રહ્યો છું. કદાચ મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા અને દેહદાન કરી દેજો, કેમ કે મારે આશ્રમમાં જમીન નથી રોકવી. દેહદાનનો સંકલ્પ પણ મેં કર્યો. સિવિલમાં જઈ તે મારે ફોર્મ ભરવાનું હતું, પણ સેટિંગ ન આવ્યું. અજયભાઈ સાથે વાતચીત થઈ ગઈ છે. મારા ફોનમાં એનું રેકોર્ડિંગ પણ છે.

​તો પૂજ્ય ગુરુજીને તથા મારી સાથે જોડાયેલા સઘળા લોકો તથા મારા પૂર્વાશ્રમનાં માતા-પિતા, પરિવારની સૌની હું ક્ષમા માગું છું. મને માફ કરી દેજો. કદાચ ઈશ્વરની આ જ ઈચ્છા હશે. મારું જીવન આટલું જ હશે. આ સાથે અમદાવાદના નિલેશભાઈ ડોડિયા તથા રોનક સોનીએ પણ મને માનસિક ત્રાસ આપ્યો છે.

​આ બધાને તેમનાં કર્મની સજા મળે, જેથી બીજા મારા જેવાનું જીવન ઝેર ન બને અને તેમને જીવ ખોવો ન પડે. મારી દેશના માનનીય રાષ્ટ્રપતિજી, વડાપ્રધાન, તથા ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીને તથા ગૃહમંત્રીને વિનંતી છે કે મારા આ કેસની વ્યવસ્થિત ઇન્ક્વાયરી થાય અને દોષિતોને સજા મળે, એવી હું આશા રાખું છું. મારી વિનંતી આપ જરૂર સ્વીકારજો, એવી આશા સાથે મારી સાથે જોડાયેલા તથા મને સાથ આપનારા સર્વેનું હું આભારી છું. તમો બધા મને માફ કરશો, એવી આશા સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. લિ. આપનો મહાદેવભારતી

બાપુએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ માનસિક શાંતિ માટે ઉદાલી આશ્રમે મૌન અનુષ્ઠાન કરી આવ્યા હતા અને ત્યાર બાદ ખડિયા મહાકાળી ધામમાં પણ થોડો સમય શાંતિથી રહ્યા હતા, જોકે આગ્રહને કારણે તેઓ જૂનાગઢ પરત આવ્યા બાદ ત્રાસ ફરી શરૂ થયો હતો. બાપુની સુસાઇડ નોટના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી અને સાથે જ તેમના જીવને જોખમ ન પહોંચે એ માટે તાત્કાલિક સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી 2 નવેમ્બર વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કોંગ્રેસના નેતાઓ જો કામ નહીં કરે, તો તેઓ કેવી રીતે જીતશે…” ભાજપનો રાહુલ ગાંધી પર વળતો પ્રહાર

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!