Gandhinagar News/ ગુજરાતના ચાર ઝોનમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ’ (VGRC)નું આયોજન…રાજકોટમાં 8-9 જાન્યુઆરીએ…

આ આયોજનના ભાગરૂપે રાજકોટમાં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન થશે…

Gujarat Gandhinagar

Gujarat News: ગુજરાત (Gujarat)ના ચાર ઝોનમાં “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ” (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીએ યોજાશે

 આ આયોજનના ભાગરૂપે રાજકોટ (Rajkot)માં આગામી તા. 8 અને 9 જાન્યુઆરીના રોજ કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. આ ઝોનમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજકોટ ખાતે યોજાનાર બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારો, B2B અને B2G બેઠકો, પ્રદર્શનો વિગેરે વિવિધ આયામી આયોજનો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત કોન્ફરન્સના દ્વિતીય દિવસે એટલે કે, તા. 9 જાન્યુઆરી, 2026ના રોજ “MSME કોન્કલેવ” (MSME Conclave)નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માહિતીસભર સેમીનારો, પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ એકમોને કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ અપાશે

તદુપરાંત, આ કોન્ક્લેવમાં કચ્છ-સૌરાષ્ટ્ર ઝોનમાં સમાવિષ્ટ 12 જિલ્લાઓમાં સ્થિત અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કરનારા વિવિધ માઇક્રો તથા સ્મોલ એકમો (Micro and Small Units)ને નીચે મુજબની કુલ પાંચ શ્રેણીમાં એવોર્ડ (Award) એનાયત કરવામાં આવશે.

1. મહિલા ઉદ્યોગ સાહસિક (51 ટકા કે તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો)

2. યુવા ઉદ્યોગ સાહસિક (35 વર્ષથી નાની વયના ઉદ્યોગકારોના એકમો)

3. અનુસૂચિત જાતિ ઉદ્યોગ સાહસિક

4. અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ સાહસિક

5. જનરલ કેટેગરી એવોર્ડ (જે ઉદ્યોગકારોનો ઉપરોક્ત દર્શાવેલ 1 થી 4 કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો-એકમો)

નાણાકીય વર્ષ 2024-25 માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય અને પાત્રતા ધરાવતા MSME એકમો ઉપરોક્ત એવોર્ડ માટે શ્રેણી મુજબ અરજી કરી શકે છે. જે સંદર્ભે વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્ર (Kutch-Saurastra)ના મહત્તમ MSME ઉદ્યોગોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…