Gandhinagar News/ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ (VGRC), મહેસાણા ખાતે ગુજરાત પ્રવાસનનું ભવ્ય પેવિલિયન સાકાર…

ગુજરાતનો અનુભૂતિસભર અનુભવ અપાવવા માટે અહીં વિશેષ VR ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં પ્રવાસીઓ ગુજરાતના લોકપ્રિય સ્થળોની વર્ચ્યુઅલ સફર…

Gujarat Gandhinagar

Gandhinagar News: મહેસાણા (Mehsana), ગણપત યુનિવર્સિટી ખાતે 9 અને 10 ઑક્ટોબરે યોજાઈ રહેલી “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ”માં ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતની સમૃદ્ધ ધરોહર, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યને રજૂ કરતું વિશાળ અને આકર્ષક પેવિલિયન (Pavilion) તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતના પ્રવાસન સ્થળો અને વર્ચ્યુઅલ અનુભવોનું અનોખું સંકલન

આ પેવિલિયનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો જેવા કે, અંબાજી મંદિર (Ambaji), મોઢેરા સૂર્યમંદિર (Modhera), વડનગર કીર્તિતોરણ (Vadnagar), રાણી કી વાવ, પાટણ પટોળા, વડનગર પુરાતત્વ મ્યુઝિયમ, જસોર સ્લોથ રીંછ અભયારણ્ય, હાટકેશ્વર મંદિર, ગિરનું વનજીવન (Gir) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) જેવા લોકપ્રિય સ્થળોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે.

વિશેષ VR ઝોન (Virtual Reality Zone)

મુલાકાતીઓને ગુજરાત (Gujarat)નો અનુભૂતિસભર અનુભવ અપાવવા માટે અહીં વિશેષ VR ઝોન (Virtual Reality Zone) તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં પ્રવાસીઓ ગુજરાતના લોકપ્રિય સ્થળોની વર્ચ્યુઅલ સફર કરી શકે છે.

તે ઉપરાંત, પેવિલિયનમાં ઇન્ફોર્મેશન ડેસ્ક દ્વારા રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વિગતવાર માહિતી ઉપલબ્ધ છે. અહીં બ્રોશર, બુકલેટ, ડેસ્ટિનેશન મેપ્સ, થીમ આધારિત પ્રવાસન ગાઇડ્સ, સંસ્કૃતિ અને ઉત્સવો પર આધારિત પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

“એક્સપ્લોર એન્ડ એક્સપિરીયન્સ ગુજરાત”

પેવિલિયનના વિવિધ વિભાગોમાં ગુજરાતના વારસાગૃહો, મંદિર આર્કિટેક્ચર, હસ્તકલાઓ, લોકકલા, કુદરતી સૌંદર્ય અને વનજીવનને રજૂ કરતું પબ્લિસિટી મટિરિયલ અને ડિસ્પ્લે પેનલ્સ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે રાજ્યના પ્રવાસન વૈવિધ્યને જીવંત રીતે પ્રદર્શિત કરે છે.

આ સમગ્ર પેવિલિયનમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે પરંપરાગત વારસો અને આધુનિક ગુજરાતનો અનુભવ એક સાથે મળે છે — જ્યાં મુલાકાતીઓને ગુજરાતની સંસ્કૃતિ અને આધુનિક વિકાસની અનુભૂતિ એક જ છત હેઠળ થાય છે.

ગુજરાત પ્રવાસન વિભાગ (Gujarat Tourism)નો હેતુ રાજ્યના પ્રવાસન સ્થળોને વધુ પ્રોત્સાહિત કરવો, પ્રવાસીઓને માહિતીપૂર્ણ અનુભવ આપવો અને “એક્સપ્લોર એન્ડ એક્સપિરીયન્સ ગુજરાત”ના સંદેશને વધુ વ્યાપક બનાવવાનો છે.

આ અનોખા અનુભવો ભરેલા ગુજરાત પ્રવાસન પેવિલિયનની મુલાકાત લેવાનું ચૂકી ન જશો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) ઉત્તર ગુજરાતનું આયોજન કરાશે…

આ પણ વાંચો:VGRC – મહેસાણા ખાતે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે સુમેળ સાધવા માટે બે પેનલ ડિસ્કશનનું આયોજન…

આ પણ વાંચો:રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ (VGRC)…9 મી ઓક્ટોબરે મહેસાણાથી શુભારંભ…