Lifestyle: દિવાળીના તહેવાર (Diwali Festival)ને હવે ગણતરીના દિવસોની જ વાર છે. આ તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે, ધન તેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇ બીજ! આ દરમિયાન, મહેમાનોની આવ-જા ચાલુ જ રહે છે. બધા ઘરોમાં અવનવી વાનગીઓ બનાવે છે પરંતુ, ઘરે બનાવેલા ભોજનની તો વાત જ કંઇક ઓર હોય છે!
હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ એવા દિવાળીના તહેવારે મહેમાનો (Guests) ઘરે મળવા પધારે છે અને એમનું સ્વાગત ભાત-ભાતના ભોજન સર્વ કરીને કરવામાં આવે છે. અહિં, અમે તમારા માટે લઇને આવ્યા છીએ નાના-મોટા સૌની પસંદ એવા વેજ પુલાવની રેસિપી! આ એક એવી વાનગી (Veg Pulao Recipe) છે કે, જેને એકવાર આરોગવાનું શરુ કરશો પછી રોકાવાનું નામ જ નહિં લો! તો ચાલો જાણીશું આ સ્વાદિષ્ટ અને હૅલ્ધી (Tasty & Healthy) વેજ પુલાવ માટેની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે…
ત્રણ વ્યક્તિ માટે વેજ પુલાવ શી રીતે બનાવશો?
આ સ્વાદિષ્ટ અને હૅલ્ધી વેજ પુલાવ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ચોખા
2 કપ વોટર
સ્વાદાનુસાર મીઠું
1 ટેબલસ્પૂન ઘી
3 નંગ લીલા મરચાં
1/2 કપ વટાણા
1 કપ ફણસી
1 કપ ગાજર
1 કપ ફુલાવર
1 સ્વાદાનુસાર કાળા મરી પાઉડર
1 તજનો ટુકડો
5 લવિંગ
1 ટી-સ્પૂન આખું જીરું
2 નંગ તમાલપત્ર
1 મોટી ઇલાયચી

બનાવવાની વિધિ
1. 1 કપ બાસમતી કે પુલાવના ચોખા (Rice)ને બે વાર ધોઇને પાણીમાં પલાળી રાખો. એને 20 મિનિટથી અડધો કલાક પલળવા દેવા.
2. એક પૅનમાં 1 મોટો ચમચો ઘી, માખણ કે તેલ (Ghee, Butter or Oil) નાખો. હવે એમાં 2 તમાલપત્ર, 1 ચમચી જીરુ, 2 થી 3 કાળા મરી, 1 મોટી ઇલાયચી, 1 ટુકડો તજનો અને 2 થી 5 લવિંગ નાખો અને એક મિનિટ માટે શેકી લો.
3. હવે સમારેલું ફ્લાવર (Cauliflower) નાખીને એને પકાવી લો. ત્યારબાદ, એમાં 1 કપ ગાજર (Carrot) ઉમેરો અને પછી 1 કપ સમારેલી ફણસી (French Beans) ઉમેરો. હવે 1/4 કપ વટાણા (Peas) નાખીને સારી રીતે હલાવી લો. અંતે 2 લાંબા સમારેલા લીલા મરચાં ઉમેરો. આ તમામ સામગ્રીને 3 થી 4 મિનિટ સુધી પકાવી લો.

4. હવે એમાં પલાળેલા 1 કપ ચોખા ઉમેરો. થોડી વાર હળવા હાથે શેકી લો. તમે ઇચ્છો તો એમાં પુલાવ મસાલો (Pulav Masala) કે તમારા મનપસંદ મસાલા ઉમેરી શકો છો પરંતુ એ વૈકલ્પિક છે.
5. હવે એમાં 2 કપ પાણી નાખો અને ઉકળવા દો. જેવું પાણી ઉકળે એટલા એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો. સારી રીતે મિક્સ કરી લો. હવે એને ઢાંકી લો અને ધીમા તાપે 10 મિનિટ સુધી પકાવી લો. 10 મિનિટ સુધી સીજવા દેવો.
6. તમારો સ્વાદિષ્ટ અને હૅલ્ધી વેજ પુલાવ તૈયાર છે એને સર્વિંગ બાઉલમાં કાઢી લેવો. એને તાજી સમારેલી કોથમીરથી સજાવી લો. તમે ઇચ્છો તો ફ્રાય કરેલાં કાજુ પણ ઉમેરી શકો છો.
આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…
આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…
