Vadodra News : વડોદરામાં કોટના ગામ ખાતે રેતી ખનનને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ દરોડો પાડ્યા હતા. જેમાં અંદાજે 70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે મહિસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે.
આ માહિતીને આધારે અધિકારીઓએ અહીં દરોડો પાડ્યો હતો.અહીંથી પોલીસે તત્રણ ડમ્પર, હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કુલ અંદાજે 70 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દ્માલ કબજે કર્યો હતો. એસએમસીના અધિકારીઓ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
આ રેતી ખનનમાં કોની કોની સંડોવણી છે ઉપરાંત કેટલા સમયથી રેતી ખનન ચાલી રહ્યું હતું વગેરેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે
આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર
આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ
