વલસાડ પોલીસે ગુજરાતમાં દારૂ આવતું રોકવા માટે પાડોશી સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને કુલ 39 ચેકપોસ્ટોઓ તૈયાર કરી છે.નવા વર્ષ અને થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનને લઇને બુટલેગરો મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવા અવનવા પેંતરા કરતા હોય છે. જેને લઇને આ ચેકપોસ્ટોઓ તૈયાર કરવામાં આવી છે. આ ચેકપોસ્ટોઓ પર ગુજરાતની બહારથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. અને જો વાહનચાલક પર દારૂ પીધો હોવાની શંકા લાગે તો, તેનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવામાં આવી રહ્યો છે.
નવા વર્ષ અને થર્ટી ફર્સ્ટની સેલિબ્રેશનને લઈને સમગ્ર રાજ્યનું યુવા ધન ધન ગણી રહ્યું છે. નવા વર્ષને આવકારવા માટે રાજ્યમાં અનેક જગ્યાએ પાર્ટીઓનું આયોજન પણ થઈ ગયું છે.ત્યારે દમણ ના બુટલેગરો પણ આ તકનો લાભ લઈ મોટી પ્રમાણમાં દારૂ ઘૂસાડવા અવનવા પેંતરા કરતા હોય છે.તો દમણ ફરવા આવતા પ્રવાસીઓ પણ પાછા ફરતી વેળાએ પોતાની સાથે વિદેશી દારૂ લઈ જતા હોય છે અથવા તો દારૂ પીને ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે છે. તેને લઈને વલસાડ પોલીસે એક એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.
રાજ્યના છેવટે આવેલું વલસાડ મહારાષ્ટ્ર દાદરા નગર હવેલી અને દમણને અડીને આવેલો વિસ્તાર છે. આ તમામ પ્રદેશમાં વિદેશી દારૂ છૂટથી મળી શકે છે.તેને જ લઈને વલસાડ પોલીસે પાડોશી સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને આવેલ કુલ 39 ચેકપોસ્ટો બનાવવામાં આવેલી છે.
આ તમામ ચેકપોસ્ટ પર આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.તો સંઘ પ્રદેશ દમણ એક પ્રવાસન સ્થળ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ થર્ટી ફસ્ટને લઈને ઉજવણી કરવા દમણ આવતા હોય છે. ત્યારે પાછા ફરતી વેળાએ દારૂના નશામાં વાહન ચલાવતા હોય છે તેને લઈને વલસાડ પોલીસ સંપૂર્ણ એલર્ટ જોવા મળી રહે છે. જે વાહનચાલક પર શંકા જોવા મળે તેનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરવામાં આવે છે.
આમ તમે પણ જો દમણ દારૂ પીવાના ઇરાદે જતા હોય તો પાછા ફરતી વેળાએ દારૂ પીને નશામાં ગુજરાતમાં પ્રવેશ કરશો તો વલસાડ પોલીસ ચોક્કસથી અનોખી રીતે આપનું સ્વાગત કરશે.
આ પણ વાંચો:NASA ને 24 લોકોની તલાશ, પથારીમાં સૂવા બદલ મળશે 1.5 લાખ રૂપિયાથી વધુનો પગાર
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા માટે ઋષભ પંત કેટલો મહત્વનો? વાંચો આ અહેવાલ
આ પણ વાંચો:બે દુઃખદ સમાચાર અને એક અકસ્માત, મોદીની માતા હીરાબા- ફૂટબોલર પેલેનું નિધન, ઋષભ પંતનો અકસ્માત
