Not Set/ હવસનો શિકાર બનતાં 13 વર્ષની સગીરા બની માતા, પોલીસ ફરિયાદ થતાં આરોપી થયો ફરાર

અમરેલી, અમરેલીના બાબરામાં 13 વર્ષની સગીરા માતા બનતા તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સગીરા પર એક વર્ષ પહેલા બળાત્કાર થયો હતો. બાદમાં તે માતા બની છે. ઉલ્લેખનીય છે કે, આ પરપ્રાંતિય સગીરાને તેના કૌટુંબિક સગાએ જ હવસનો શિકાર બનાવી હતી. હવસનો શિકાર બની જતાં આ સગીરા હવે માતા બની છે. સગીરા આવી રીતે […]

Top Stories Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના બાબરામાં 13 વર્ષની સગીરા માતા બનતા તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સગીરા પર એક વર્ષ પહેલા બળાત્કાર થયો હતો. બાદમાં તે માતા બની છે.

ઉલ્લેખનીય છે કે, આ પરપ્રાંતિય સગીરાને તેના કૌટુંબિક સગાએ જ હવસનો શિકાર બનાવી હતી. હવસનો શિકાર બની જતાં આ સગીરા હવે માતા બની છે. સગીરા આવી રીતે અચાનક જ માતા બની જતાં સગીરાના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા.

બાદમાં તેના પિતાએ પૂછપરછ હાથ ધરતાં સગીરાએ સમગ્ર ઘટનાને લઇને તેના પિતાને જાણ કરી હતી. ઘટના અંગેની જાણ થતાં તેના પિતા પર માથે આભ ફાટ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

હાલ તો સગીરાના પિતાએ બાબરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી ફરાર થઇ ગયો છે. જેને પકડવા માટે પોલીસે તજવીજ હાથધરી છે.

મહત્વનું છે કે, પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ફરાર થયો છે. ત્યારે કહીં શકાય છે કે આ આરોપી છેલ્લા એક વર્ષથી બિંદાસ્ત ફરી રહ્યો હતો.