Crime/ હેવાન પાડોશીએ માનવતાની હદ વટાવી, માંની પેટ ઉપર મારી લાત, બાળકનું ગર્ભમાં જ મોત

પ્રેમ પ્રકરણમાં પોતાના મગજ ઉપર કંટ્રોલ ગુમાવી દેનારા રોમીયોએ સર્ગભા મહિલાના કોક ઉપર જોરદાર લાત મારી દેતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું છે. પૃથ્વી ઉપર પોતાનો પગ મૂકે તે બાળકનું ગર્ભમાં જ મોત થઇ જતા માંએ બે આરોપીઓની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગર્ભમાં રહેલ બાળકની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે. નારોલ વિસ્તારમાં રહેતો […]

Ahmedabad Gujarat
baby girl murder e1559875825439 હેવાન પાડોશીએ માનવતાની હદ વટાવી, માંની પેટ ઉપર મારી લાત, બાળકનું ગર્ભમાં જ મોત

પ્રેમ પ્રકરણમાં પોતાના મગજ ઉપર કંટ્રોલ ગુમાવી દેનારા રોમીયોએ સર્ગભા મહિલાના કોક ઉપર જોરદાર લાત મારી દેતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું છે. પૃથ્વી ઉપર પોતાનો પગ મૂકે તે બાળકનું ગર્ભમાં જ મોત થઇ જતા માંએ બે આરોપીઓની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગર્ભમાં રહેલ બાળકની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે.

નારોલ વિસ્તારમાં રહેતો પંકજ પાંડેને તારાકુમારી નામની મહિલા ખુબજ પસંદ હતી અને તેની જોડે તે લગ્ન કરવા ઈચતો હતો. પરંતુ, મહિલાએ લગ્ન કરવાનું કડક શબ્દોમાં ના પાડીને તેને હેરાન પરેશાન કરવાનું બંધ કરવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સામાં લાલઘૂમ થયેલા પંકજે પોતાના મિત્ર શનિ પાંડેની સાથે મળીને તે મહિલાની ભાભીના ઘરે પહોંચી ગયો હતો. જ્યાં પંકજે કમલાવતી બેનની સાથે ઝઘડો કરીને જણાવ્યું હતું કે હું તારી નણંદ તારાકુમારી સાથે લગ્ન કરવા માંગુ છુ. વાળતા જવાબમાં કમલાવતીએ ના પાડી દેતા આરોપીએ મહિલાની સાથે મારામારી શરુ કરી દીધી હતી. ઘરમાં એકલી હોવાથી બચાવ કરવાનો સમય કમલાવતી બેનને ન મળ્યો હતો. જેથી આરોપીએ મહિલાના પેટના ભાગે જોરદાર લાત મારી દીધી હતી. મહિલા ગર્ભવતી હોવાથી તેણીને પેટમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. મહિલાની ચીસો સાંભળીને આજુબાજુના લોકો એકત્ર થતા બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

પેટના દુખાવામાં તડપી રહેલી મહિલાને આસપાસના લોકોએ ઉઠાવીને તાત્કાલિક એલજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાની શારીરિક ચકાસણી કરતા ગર્ભમાં રહેલા બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના મોતના સમાચાર સાંભળ્યા બાદ મહિલા ખુબજ તૂટી પડી હતી. તેને હિમ્મત અને સહારો આપવા માટે તેના પતિએ સાથ સહકાર આપીને આરોપીઓએ કરેલા કૃત્યની સામે પોલીસ ફરિયાદ કરવા માટેની સલાહ આપી હતી. પતિની સલાહ માનીને મહિલાએ પંકજ પાંડે અને સન્ની પાંડેની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ