Not Set/ શંકરસિંહનું શક્તિ પ્રદર્શન, બાપુ નક્કી કરશે કે ભાજપ-કોંગ્રસની સામે NCPને ઉતારવું કે નહી

ગાંધીનગર, શંકરસિંહ વાઘેલાએ 24મીએ ગાંધીનગરના સમર્પણ મેદાન ખાતે સ્નેહ સંમેલનનું આયોજન કર્યુ છે. જેને લઈને શંકર સિંહ વાઘેલાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. આજે રાજપૂત સંગઠનો દ્વારા શંકરસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સાથે સરખામણી થવાના ડરે કેસરિયો રંગ દૂર કરાવ્યો છે. તથા રાજપૂત સંગઠનોના આગેવાનોની શંકરસિંહ સાથે મુલાકાત થઇ છે. રાજકોટ જસદણમાં […]

Top Stories Gujarat
mantavya 194 શંકરસિંહનું શક્તિ પ્રદર્શન, બાપુ નક્કી કરશે કે ભાજપ-કોંગ્રસની સામે NCPને ઉતારવું કે નહી

ગાંધીનગર,

શંકરસિંહ વાઘેલાએ 24મીએ ગાંધીનગરના સમર્પણ મેદાન ખાતે સ્નેહ સંમેલનનું આયોજન કર્યુ છે. જેને લઈને શંકર સિંહ વાઘેલાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી.

આજે રાજપૂત સંગઠનો દ્વારા શંકરસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સાથે સરખામણી થવાના ડરે કેસરિયો રંગ દૂર કરાવ્યો છે.

તથા રાજપૂત સંગઠનોના આગેવાનોની શંકરસિંહ સાથે મુલાકાત થઇ છે. રાજકોટ જસદણમાં ત્રિપાંખીયો જંગ થઈ શકે છે. જે બાપુનું સ્નેહમિલન પુરુ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

જેમાં બાપુ નક્કી કરશે કે ભાજપ-કોંગ્રેસની વચ્ચે NCPને ઉતારવું કે નહીં. બાપુના સંમેલનમાં જયંત બોસ્કી સહિત NCPના કાર્યકરો હાજર રહ્યાં છે. તેમજ જસદણમાં BJP કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના અણસાર છે.

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં.

શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનું નામ લીધા વગર તેમને આડે લીધા હતા. આ રાજ્યને સરકારની જરૂર નથી. સી.બી.આઈનું પાપ પી.ઓ.એમ પર આવ્યું છે. ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે. આ વિકાસશીલ રાજ્ય છે. 2002થી આ રાજ્યને દશા બેઠી છે. સરદાર પટેલની પ્રતિમામાં આઠ દસ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો તે બિન ઉત્પાદન કરવામાં આવ્યો.

ગુજરાતમાં આપધાતની પદ્ધતિ ન હતી. હમણાં સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનામાં 10-12 લોકોએ આપઘાત કર્યો. ખેડૂત મગફળીમાં માટી ભેળવે નહી. સહકારી માળખાને ન તોડો. આ ડેરી વ્યક્તિગત માલિકી નથી સહકારી છે. તેને દૂધ ઉત્પાદકને પૈસા આપવાના જે ભાવ ફરક હોય તે આપો.

ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ગુજરાત કોંગ્રેસ સાથેથી વિધાનસભા ચૂંટણી સમયે છેડો ફાડ્યા બાદ પોતાના ત્રીજા મોરચાની રચના કરી હતી. જો કે વિધાનસભામાં તેમનો આ પક્ષ ખાસ વર્ચસ્વ જમાવી શક્યો નહીં.

આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ખાસ સ્થાન ધરાવતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ ગાંધીગનર ખાતે સ્નેહમિલનનું આયોજન કરતા રાજકારણમાં વિવિધ ચર્ચાનો દોર શરૂ થયો હતો.

મીડિયા કર્મીઓ સાથે વાત કરી આવતી કાલના કાર્યક્રમની માહિતી આપી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા સરકાર પ્રહાર કરતા તેમને જણાવ્યું હતુ કે દેશનું વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે.