Not Set/ બિમાર પુત્રીને મળવા માટે મૌસમી ચેટર્જીએ હાઇકોર્ટનો આશરો લેવો પડ્યો

મુંબઇ, 70ના દાયકામાં બોલિવૂડમાં તેની ખુબસૂરતી અને એક્ટિંગથી તે સમયની ન્યુ કમર અભિનેત્રીઓને માત આપનારી મૌસમી ચેટર્જી ફિલ્મોથી ઘણા સમયથી દૂર છે. પરંતુ, આજે તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છવાયેલી છે. અભિનેત્રી મૌસમી લાંબા સમય પછી તેની પુત્રી અને જમાઈને લઈને લાંબા સમય પછી ફરી એકવાર ચર્ચામાં છે. આપને જણાવી દઈએ કે, મૌસમી ચેટર્જીની પુત્રી […]

Trending Entertainment
d 1 બિમાર પુત્રીને મળવા માટે મૌસમી ચેટર્જીએ હાઇકોર્ટનો આશરો લેવો પડ્યો

મુંબઇ,

70ના દાયકામાં બોલિવૂડમાં તેની ખુબસૂરતી અને એક્ટિંગથી તે સમયની ન્યુ કમર અભિનેત્રીઓને માત આપનારી મૌસમી ચેટર્જી ફિલ્મોથી ઘણા સમયથી દૂર છે. પરંતુ, આજે તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છવાયેલી છે. અભિનેત્રી મૌસમી લાંબા સમય પછી તેની પુત્રી અને જમાઈને લઈને લાંબા સમય પછી ફરી એકવાર ચર્ચામાં છે.

આપને જણાવી દઈએ કે, મૌસમી ચેટર્જીની પુત્રી આ સમયે બીમાર છે. મૌસમી ચેટર્જીએ કહ્યું છે કે તેની પુત્રી હાલ કોમામાં છે. કરૂણતા એ વાતની છે કે કોમામાં રહેલી તેની પુત્રીને મૌસમી મળી નથી શકતી અને તેને મુલાકાત માટે કોર્ટનો સહારો લેવો પડ્યો છે.મૌસમીએ બોમ્બે હાઈકોર્ટને  અનુરોધ કર્યો કે કોમામાં ગયેલ તેની દીકરીને તેનાથી મળવામાં આવે. મૌસમીએ હાઇકોર્ટને  વિનંતી કરી છે કે તેના જમાઈને સુચના આપવામાં આવે કે તેઓ તેને તેની દીકરીની સંભાળ કરવા દે.

Related image

ન્યાયમૂર્તિ બીપી ધર્માધિકારી અને ન્યાયમૂર્તિ એસવી કોતવાલની બેંચે મૌસમીની પીટીશનનું હીયરીંગ કરવાનું નક્કી કર્યું છે.અદાલતે ચેટર્જીના જમાઈ ડીક્કી મહેતાને આ અરજીના જવાબમાં એફિડેવિટ ફાઇલ કરવા આદેશ આપ્યો છે

આપને જણાવીએ કે, મૌસમીની દીકરી પાયલ જુવેનાઇલ ડાયબીટીસની શિકાર છે. વર્ષ 2010માં મૌસમીએ પાયલના બિઝનેસમેન ડીક્કી સિન્હાથી લગ્ન કરાવ્યા હતા. મૌસમીના પતિ જયંત મુખર્જી, તેમની દીકરી પાયલ અને જમાઈ ડીક્કી ત્રણેય એક જ કંપનીના ડાયરેક્ટર હતા. વર્ષ 2016માં તેમના વચ્ચે વિવાદ થયો અને તેમના સંબંધો વચ્ચે અંતર આવી ગયું.

Image result for actress moushumi chatterjee husband

અહેવાલો અનુસાર, લગ્ન પછી પાયલની આરોગ્યની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. 2017થી પાયલ હંમેશાં હૉસ્પિટલમાં રહી છે. નબળા સ્વાસ્થ્યને લીધે લાંબા સમયથી પાયલ બેહોશીની  સ્થિતિમાં છે. બીજી તરફ ડીક્કી મૌસમીને તેની દીકરીને મળવા દેતો નથી.

मौसमी चटर्जी ने साल 1967 बंगाली फिल्म 'बालिका वधू' से फिल्मों में डेब्यू किया था..

આ કારણોસર, મૌસમી હવે હાઇકોર્ટમાં ગઈ છે. મૌસમી ચેટર્જીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ઘણી બધી બાબતો જણાવી છે મૌસમી અરજી કહે છે – 28 એપ્રિલ, 2018 ના રોજ, પાયલને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી હતી. પતિ ડીક્કીએ સંભાળ માટે નર્સ રાખી.ડોક્ટરએ ફિજિયોથેરાપી અને ડાઈટની કાળજી લેવા માટે પાયલને કહ્યું  હતું. આ અનુસરવામાં ફોલો કરવામાં આવી રહ્યું નથી. ડીક્કી બંને વસ્તુઓની સંભાળ લેતા નથી. સ્ટાફનું પેમેન્ટ પણ બંધ કરી દીધું છે. સંભાળ રાખનાર નર્સ પણ ચાલ્યા ગયા છે. પાયલની તબીબી રિપોર્ટમાં ડીક્કીએ અમને આપવાનો ઇનકાર કર્યો છે. પુત્રીના આરોગ્યથી સંબંધિત કોઈ માહિતી મળી રહી નથી.એટલું જ નહીં અમને અમારા પુત્રીને  મળવા માટે પણ જવા દેતા નહીં.

જણાવીએ કે 1967 ની બંગાળી ફિલ્મ ‘બાલિકા વધુ’ થી મૌસામી ચેટર્જીએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ ‘અનુરાગ’ હતી, જે વર્ષ 1972 માં રજૂ થઈ હતી મૌસામી પતિ, જયંતની બે પુત્રીઓ છે.

Related image