Not Set/ #T10League : ૧૦ ઓવરની મેચમાં રનનો ઢગલો થવાની સાથે જ બન્યો ખાસ રેકોર્ડ

શારજહા, જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ એમ ક્રિકેટના ફોર્મેટમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે સૌપ્રથમ ટી-૨૦ ક્રિકેટની શરૂઆત થઇ હતી ત્યારબાદ હવે આ રમતના નવા ફોર્મેટ તરીકે ટી-૧૦ ક્રિકેટની શરૂઆત થઇ છે. શાહજહાંમાં રમાઈ રહેલી ટી-૧૦ લીગમાં શુક્રવારે રમાયેલી એક મેચમાં રનનો ઢગલો થઇ ગયો હતો. નોર્દન વોરિયર્સ અને […]

Trending Sports
DswJiuFXcAAkdWI #T10League : ૧૦ ઓવરની મેચમાં રનનો ઢગલો થવાની સાથે જ બન્યો ખાસ રેકોર્ડ

શારજહા,

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ એમ ક્રિકેટના ફોર્મેટમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે સૌપ્રથમ ટી-૨૦ ક્રિકેટની શરૂઆત થઇ હતી ત્યારબાદ હવે આ રમતના નવા ફોર્મેટ તરીકે ટી-૧૦ ક્રિકેટની શરૂઆત થઇ છે.

શાહજહાંમાં રમાઈ રહેલી ટી-૧૦ લીગમાં શુક્રવારે રમાયેલી એક મેચમાં રનનો ઢગલો થઇ ગયો હતો. નોર્દન વોરિયર્સ અને પંજાબી લેજંડસ વચ્ચે રમાયેલી લીગની ૮મી મેચમાં એક નવો રેકોર્ડ બની ગયો છે.

DswJ ZtW0AAM4yr #T10League : ૧૦ ઓવરની મેચમાં રનનો ઢગલો થવાની સાથે જ બન્યો ખાસ રેકોર્ડ

નોર્દન વોરિયર્સની ટીમે માત્ર ૧૦ ઓવરમાં પોતાની તૂફાની બેટિંગના સહારે ૧૮૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. આ ઇનિંગ્સમાં કુલ ૧૯ સિક્સર અને ૧૦ ફોર ફટકારવામાં આવી હતી.

જો કે નોર્દન વોરિયર્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૪ રનના ટાર્ગેટ સામે વિરોધી ટીમ માત્ર ૮૪ રન જ બનાવી શકી હતી. આ સાથે જ નોર્દન વોરિયર્સનો ૯૯ રને વિજય થયો હતો.

DswUWVKXoAE8LIu #T10League : ૧૦ ઓવરની મેચમાં રનનો ઢગલો થવાની સાથે જ બન્યો ખાસ રેકોર્ડ

નોર્દન વોરિયર્સ તરફથી વિકેટકીપર બેટ્સમેન નિકોલ્સ પૂરને તૂફાની ઇનિંગ્સ રમી હતી. પૂરને માત્ર ૨૫ બોલમાં ૭૭ રન ફટકાર્યા હતાં, જેમાં ૧૦ સિક્સર અને ૨ ચોક્કા શામેલ છે.

આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી રસેલે ૯ બોલમાં ૬ સિક્સરની મદદથી અણનમ ૩૮, જયારે રોવમૈન પોવેલે પણ ૫ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા.