હાલમાં ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર પહેલી માર્ચથી શરુ થયું છે. ત્યારે આજ રોજ સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યમાં બાળ મૃત્યુ દરને લઈને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આરોગ્ય અને સુખાકારી માટે આટલું બજેટ ફાળવે છે છતાય રાજ્યમાં બાળ મૃત્યુદર ઘણો ઉંચો છે.
સરકાર દ્વારા વિધાનસભામાં રજુ કરવામાં આવેલા બાળમૃત્યુના આંકડા ચોંકવનારા છે. વિધાનસભામાં સરકારે રજુ કરેલા આંકડા અનુસાર રાજ્યમાં રોજ સરેરાશ 42 બાળકોના મોત થાય છે. જે ખરેખર ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે ચોકાવનારો આંકડો છે.
Politics / જી-૨૩ નેતાઓએ કોંગ્રેસને અરિસો બતાવ્યો
વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા અનુસાર રોજ સરેરાશ 42 બાળકોના મોત થાય છે. વર્ષ 2020માં 15,432 બાળકોના મોત થયા હતા. જયારે વર્ષ 2019માં 17,453 બાળકોના મોત થયા હતા. છેલ્લા 2 વર્ષમાં બહાર રાજ્યના માત્ર 231 બાળકોના મોત થયા છે.
Case file / ઓરિયો બિસ્કીટ એ પારલે બિસ્કીટ વિરુદ્ધ આ કારણથી કોર્ટમાં દાખલ કર્યો કેસ, 12 એપ્રિલે દિલ્હીમાં સુનાવણી