ગૌરવ/ ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી

જામનગરમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય માટે દક્ષિણ આફ્રિકાથી વાયા શારજહાં થઈને વિમાનમાં 39 મન્કી-ચિમ્પાન્ઝી જામનગર આવ્યા.

Gujarat Others
પ્રાણીસંગ્રહાલય
  • જામનગરમાં બનશે વિશ્વનું મોટું પ્રાણીસંગ્રહાલય
  • 8 હજાર કિમીની સફર ખેડીને આવ્યા 39 મન્કી
  • જામનગરના ઝૂ માટે દ.આફ્રિકાથી લવાયા મન્કી
  • અમદાવાદ એરપોર્ટ પર પ્રાણીઓનું કરાયું કસ્ટમ્સ ક્લિયરન્સ
  • અગાઉ લવાયા હતા 65 વન્યજીવો

જામનગરમાં બની રહેલા વિશ્વના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય માટે દક્ષિણ આફ્રિકાથી વાયા શારજહાં થઈને વિમાનમાં 39 મન્કી-ચિમ્પાન્ઝી જામનગર આવ્યા. ગુજરાતમાં આકાર લઈ રહેલા પ્રથમ પ્રાઈવેટ ઝૂમાં વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ કાર્ગો વિમાનમાં દક્ષિણ આફ્રિકાથી વિવિધ પ્રજાતિઓના 39 મન્કી-ચિમ્પાન્ઝી લાવવામાં આવ્યા. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કર્યા બાદ વિમાન સીધું જામનગર પહોંચ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં ત્રીજું વિમાન આવ્યું છે.

દક્ષિણ આફ્રિકાથી 39 મન્કી, ચિમ્પાન્જી સાથે એક કાર્ગો વિમાને ઊડાન ભરી હતી. જે બાદ આ વિમાન શારજહાં એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. જ્યાં આ કાર્ગો વિમાનનને બદલવામાં આવ્યું હતું. તમામ પ્રાણીઓને બોંઇગ 737 કાર્ગો વિમાનમાં શિફ્ટ કરાયા હતા. શારજહાં એરપોર્ટ ખાતેથી તમામને સીધા અમદાવાદ લવાયા હતા.

Untitled 51 ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી

ગતરોજ સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આ કાર્ગે વિમાન આવી પહોંચ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આ તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ ક્લિયરન્સ કરાવ્યા બાદ વિમાન જામનગર માટે રવાના થયું હતું. જામનગરના લાલપુરના મોટી ખાવડી ખાતે 280 એકરમાં ‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાઈવેટ પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.

Untitled 50 ગુજરાતના આ શહેરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય, દ.આફ્રિકાથી લવાયા મન્કી

આ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો છે. આ પ્રાણી સંગ્રહાલય લોકો માટે ખૂલ્લું રહેશે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો છે. પણ હાલ ઝડપથી તેણે આખરી ઓપ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે.રાજ્ય સરકારનું માનવુ છે કે, પ્રોજેક્ટ ભલે પ્રાઈવેટ હોય પરંતુ આના કારણે વિશ્વભરના પર્યટકોનું ધ્યાન ગુજરાત પર આવશે અને ગુજરાત ટુરિઝમને મોટો ફાયદો થશે.

નોંધનિય છે કે ગુજરાતમાં પહેલેથી જ સરદાર પટેલથી વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવેલ છે. હવે આ વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનતા સોનામાં સુગંધ ભળશે.

આ પણ વાંચો:બિલ્ડરો-ગ્રાહકોને રાહતઃ નવી જંત્રી હાલમાં નહીં 15 એપ્રિલથી અમલી બનશે

આ પણ વાંચો:ભાવનગરની ઐતિહાસિક ધરોહરની સફાઈ ક્યારે?

આ પણ વાંચો:દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ