જંત્રી-ભુપેન્દ્રભાઈ પટેલ/ બિલ્ડરો-ગ્રાહકોને રાહતઃ નવી જંત્રી હાલમાં નહીં 15 એપ્રિલથી અમલી બનશે

જંત્રીમાં વધારાને લઈને સરકારે છેવટે લોકોને રાહત આપતી જાહેરાત કરી છે. સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં કરેલો જંત્રી દરમાં વધારો ચોથી ફેબ્રુઆરીથી નહી પણ 15મી એપ્રિલથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે રાજ્યમાં નવી મિલકતોની નોંધણી કરાવનારાઓ અને બિલ્ડરોએ રાહતનો શ્વાસ લીધો છે.

Top Stories Gujarat
Jantri Bhupendra patel બિલ્ડરો-ગ્રાહકોને રાહતઃ નવી જંત્રી હાલમાં નહીં 15 એપ્રિલથી અમલી બનશે

Jantri-Bhupendra Patel જંત્રીમાં વધારાને લઈને સરકારે છેવટે લોકોને રાહત આપતી જાહેરાત કરી છે. સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં કરેલો જંત્રી દરમાં વધારો ચોથી ફેબ્રુઆરીથી નહી પણ 15મી એપ્રિલથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે રાજ્યમાં નવી મિલકતોની નોંધણી કરાવનારાઓ અને બિલ્ડરોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમા પણ અમદાવાદીઓ માટે સૌથી મોટી રાહતની વાત તો એ છે કે Jantri-Bhupendra Patel અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો જંત્રી વધારો ત્રણ વર્ષ સુધી અમલી ન બનાવવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ ગઇકાલે જંત્રી મુદ્દે બિલ્ડરો Jantri-Bhupendra Patel સાથે ચર્ચા કરી હતી. તેના પછી બિલ્ડરો જ નહી લોકોને પણ પડનારી તકલીફોને ધ્યાનમાં લઈને જંત્રી દર વધારાનું અમલીકરણ 15 એપ્રિલથી કરવાનું નક્કી કર્યુ છે. આમ મુખ્યમંત્રીએ રાજ્યના જનસામાન્ય વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

રાતોરાત જંત્રી અમલી બનવાથી બિલ્ડરો-ગ્રાહકોમાં ભારે નારાજગી

ગુજરાતમાં નવો જંત્રી દર વધારો રાતોરાત અમલી Jantri-Bhupendra Patel બનાવવા સરકારે ચોથી ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ રાજ્યમાં જંત્રીનો નવો દર બમણો કરી દેવાયો હતો.  તેની સાથે તેને પાંચમી ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો નિર્ણય કરાયો હતો. સરકારે હિસ્સેદારો સાથે સંવાદ  કર્યા વગર એકાએક લીધેલા આ નિર્ણયના પગલે બિલ્ડરોની સાથે ગ્રાહકોમાં ભારે ગુસ્સો અને અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે પણ બેઠક કરવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માંગ અંગે વિચારણા કરવા મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

વહેલી સવારે મુખ્યમંત્રી કચેરી તરફથી જંત્રી દર વધારો 15 એપ્રિલથી અમલમાં મૂકવાનો સત્તાવાર સંદેશો મોકલવામાં આવ્યો હતો.   આ સંદેશામાં રાજ્યના નવા જંત્રીના દરની તારીખ 15 એપ્રિલ 2023 છે તેવી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ પૂરતા નવા દરના અમલીકરણનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

એએમસીએ બજેટમાં ત્રણ વર્ષમાં નવી જંત્રી લાગુ ન કરવા જાહેરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ 2023-24નું 9,482 કરોડનું બજેટ શુક્રવારે મ્યુનિ ભાજપના સત્તાધીશોએ રજૂ કર્યુ હતુ. આ બજેટમાં રાજ્ય સરકાર દ્વારા નવા જત્રીના દર લાગુ કરવામાં આવ્યા છે તેને આગામી ત્રણ વર્ષ માટે એએમસી દ્વારા લાગુ નહી કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મૂકાયેલા 8,400 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 1,082 કરોડનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. કમિશ્નર દ્વારા સૂચવેલા પ્રોપર્ટી ટેક્સમાં ભાજપના સત્તાધીશો દ્વારા આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્નમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશ્નરે સૂચન કર્યુ હતું, પણ તેમા આંશિક ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Earth Quake/ તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલો ભૂકંપ ભયાનક સાબિત થયો

તેલંગાણા/ નાથુરામ ગોડસેએ જેવી રીતે ગાંધીજીને મારી નાંખ્યા એવી જ રીતે હું આંબેડકરને મારી નાખત,વીડિયો વાયરલ

Vande Bharat Express/ તેલંગાણામાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનના કાચ તૂટ્યા