Not Set/ છોટાઉદેપુર ખાતેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન 

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના પ્રાંગણથી લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા અને રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું

Gujarat
chhota છોટાઉદેપુર ખાતેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન 

સુલેમાન ખત્રી, છોટાઉદેપુર@ મંતવ્ય ન્યૂઝ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના પ્રાંગણથી લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા અને રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને કોરોના વાઇરસની રસી અંગે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી માર્ગદર્શન મળી રહે તેમજ રસી અંગેની ગેર માન્યતા જનમાનસમાંથી દુર થાય એ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઇ પટેલની રાહબરીમાં જનજાગૃતિ અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

લોકોમાં કોરોના વાઇરસની રસી અંગે જાગૃતિ આવે એવા શુભ આશયથી શરૂ કરવામાં આવેલા આ અભિયાન પ્રારંભ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, ધારાસભ્ય સુખરામભાઇ રાઠવા સહિતના મહાનુભાવો પણ આ અભિયાનના પ્રારંભમાં સહભાગી બન્યા હતા.

રસીકરણ જનજાગૃતિ અભિયાનના પ્રારંભ વેળાએ મીડીયાકર્મીઓ સાથે વાત કરતા સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, જિલ્લાના છ એ છ તાલુકાની પ્રજા રસીકરણ અંગે જાગૃત થાય એ માટે વહીવટીતંત્ર દ્વારા ટેબ્લોના માધ્યમથી પ્રચાર-પ્રસાર અભિયાન શરૂ કર્યું છે. છોટાઉદેપુર આદિવાસી બહુલ જિલ્લો છે.

આ અભિયાન થકી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પણ રસીકરણ અંગે લોકોને સમજ મળશે અને લોકો રસીકરણ માટે પ્રેરાશે. જેનાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવી શકાશે એમ જણાવી તેમણે જિલ્લાના તમામ નાગરિકો રસીકરણ કરાવી જિલ્લાને કોરોના મુકત બનાવવાની દિશામાં આગેકદમ કરશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસથી બચવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાને કારણે જિલ્લા વહીવટીતંત્રએ ટેબ્લોથી દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી શરૂ કરેલ પ્રચાર-પ્રસારથી લોકોને રસી લેવા માટે પ્રેરણા મળી રહેશે એમાં બેમત નથી.

sago str 4 છોટાઉદેપુર ખાતેથી કોરોના રસીકરણ જનજાગૃતિ ટેબ્લોનું પ્રસ્થાન