Rajkot/ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાય શકે છે?, કારણ જાણો…

રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પણ છેલ્લા બે વર્ષથી લોકમેળો નથી યોજાયો. પરંતુ આ વખતે શિવરાત્રીના મેળાને મંજૂરી અપાઈ હોવાથી આશા છે કે જન્માષ્ટમીના મેળાને પણ મંજૂરી મળી શકે છે.

Gujarat Rajkot
rajkot

વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો હતો. જેના કારણે સરકાર દ્વારા અનેક નિયમો લાદી દેવામાં આવ્યા હતા. કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રમાં લોકમેળા બંધ હતો.પરંતુ આ વખતે જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટમાં યોજાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. શિવરાત્રીના મેળાને મંજૂરી અપાઈ હોવાથી જન્માષ્ટમીના મેળાને પણ મંજૂરી મળી શકે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ શરૂ થશે! હવામાન વિભાગની આગાહી

આપને જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનું ખૂબ મહત્વ છે. મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતી હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસનાં કારણે લોકમેળા પર ગ્રહણ લાગેલું છે. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં પણ છેલ્લા બે વર્ષથી લોકમેળો નથી યોજાયો. પરંતુ આ વખતે શિવરાત્રીના મેળાને મંજૂરી અપાઈ હોવાથી આશા છે કે જન્માષ્ટમીના મેળાને પણ મંજૂરી મળી શકે છે.

આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારો નહીં થાય તો રાજકોટ લોકમેળાને મંજૂરી મળી શકે છે. આ ઉપરાંત જન્માષ્ટમીમાં રાજકોટના પ્રવાસન સ્થળ ઈશ્વરીયા પાર્ક, ઓસમ ડુંગર સહિતના સ્થળો ખુલ્લા મૂકવામાં આવશે. રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજાતો લોકમેળો સૌરાષ્ટ્રનો ખૂબ જ લોકપ્રીય મેળો છે.

પાંચ દિવસ સુધી યોજાતા આ મેળામાં આશરે 10 લાખ લોકો આવતા હોય છે. સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ અન્ય વિસ્તારોમાંથી પણ લોકો આ મેળાનો લાભ લેવા માટે આવતા હોય છે. ત્યારે જો આ વર્ષે જો આ મેળો યોજાશે તો લોકોનો ઉત્સાહ વધશે.

આ પણ વાંચો: TMCના પોસ્ટરથી બંગાળમાં હંગામો, મમતા બેનર્જીને ‘દુર્ગા’ અને PM મોદીને ‘મહિષાસુર’ બતાવવામાં આવ્યા

આ પણ વાંચો:જાણો,અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને શું આપી સજા