Not Set/ PM મોદી સહિતના બીજેપી નેતા પર જીવલેણ હૂમલો કરી શકે છે માઓવાદી, IB સૂત્રો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ અને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન માઓવાદીથી બીજેપીના નેતાને છે ખતરો. ઇન્ટેલિજન્સ એજેન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર સીપીઆઇ (માઓવાદી)ના ફ્રન્ટ સંગઠનોએ પોતાના નેતૃત્વ પાસે માંગ કરી છે કે,પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની સભાને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આ નેતાઓ પાંચ વિધાનસભા રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચારમાં ભાગ લઇ […]

Gujarat India
PM મોદી સહિતના બીજેપી નેતા પર જીવલેણ હૂમલો કરી શકે છે માઓવાદી, IB સૂત્રો

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ અને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન માઓવાદીથી બીજેપીના નેતાને છે ખતરો. ઇન્ટેલિજન્સ એજેન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર સીપીઆઇ (માઓવાદી)ના ફ્રન્ટ સંગઠનોએ પોતાના નેતૃત્વ પાસે માંગ કરી છે કે,પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહની સભાને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આ નેતાઓ પાંચ વિધાનસભા રાજ્યોમાં ચૂંટણી દરમિયાન પ્રચારમાં ભાગ લઇ રહ્યા છે. કેન્દ્રીય સુરક્ષા એજેન્સિઓએ આ વાતની જાણકારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપને આપી છે.

માઓવાદી કેડર ઇચ્છી રહ્યું છે કે, તેમને પંજાબ કે યૂપીમાં નિશાન બનાવવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર નિચલા સ્તરના માઓવાદીઓએ પૂર્વી યૂપીમાં બ્લાસ્ટ કરવાનો પણ સૂજાવ આપ્યો હતો. જેના માટે બહારના રાજ્યોમાંથી નક્સલિયોની મદદ લઇ શકવામાં આવી શકે છે. સીપીઆઇ (માઓવાદી) આંધ્ર પ્રદેશ કમિટીએ આ મામલે એક નોંધ તૈયાર કરી છે. જેમા પ્રધાનમંત્રી અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂને માઓવાદીઓની હત્યા માટે જવાબદાર ગણાવામાં આવ્યા છે. જેમાં નાયડૂ અને તેમના દિકરા પર હૂમલાની ધમકી આપવામાં આવી છે.