ઝારખંડ/ મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું,નવા મુખ્યમંત્રી ચંપઇ સોરેન બનશે

રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે

Top Stories India
4 1 6 મુખ્યમંત્રી હેમંત સોરેને રાજીનામું આપ્યું,નવા મુખ્યમંત્રી ચંપઇ સોરેન બનશે

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર ભારે સુરક્ષા દળો તૈનાત છે. આ ઉપરાંત ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ તેની ઘણા કલાકો સુધી પૂછપરછ કરી હતી, મુખ્યમંત્રી હેમંત સોરેને રાજયપાલને રાજીનામું આપી દીધું છે,ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપઇ સોરેન બનશે.ચંપઇને હાલ ધારાસભ્યના નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે.હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. ચંપઈ સોરેન આગામી સીએમ હશે

ઉલ્લેખનીય છે કે  મુખ્યમંત્રી હેમંત સોરેને મંગળવારે બપોરે અને મોડી સાંજે ફરીથી સહયોગી પક્ષોના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યોની બેઠકમાં હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન પણ હાજર હતી. એવું માનવામાં આવે છે કે જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉભી થાય તો હેમંત સોરેન તેમની પત્ની કલ્પનાને સીએમ બનાવી શકે છે. જો કે, તેમના માટે આમ કરવું સહેલું નહીં હોય. હેમંત સોરેનની ભાભી સીતા સોરેન કલ્પનાના નામ પર સહમત નથી. આવી સ્થિતિમાં એક તરફ હેમંત સોરેન ધરપકડને લઈને ચિંતિત છે તો બીજી તરફ પરિવારમાં બળવો થવાનો પણ ડર છે.