Not Set/ #Indonesia : ક્રેશ થયેલ પ્લેનમાં પાયલોટ હતા દિલ્લીના ભવ્ય સુનેજા

જકાર્તા ઇન્ડોનેશિયાના પાટનગર  જકાર્તામાં મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. સોમવારે સવારે લાયન એરલાઇન્સનું એક પ્લેન ટેકઓફ થયાના માત્ર ૧૩ મિનિટમાં સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું અને ટુકડાઓમાં પરિવર્તિત થઇ ગયું હતું. ભવ્ય સુનેજા એલ્કોન પબ્લિક સ્કુલમાં ભણ્યા છે.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ કેલીફોનીયા ગયા હતા. તેમને પ્લેનના પાયલોટનું લાઇસન્સ મળી ગયું  હતું. ત્યારબાદ તેઓ […]

Top Stories India Trending
bhavya #Indonesia : ક્રેશ થયેલ પ્લેનમાં પાયલોટ હતા દિલ્લીના ભવ્ય સુનેજા

જકાર્તા

ઇન્ડોનેશિયાના પાટનગર  જકાર્તામાં મોટી વિમાન દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. સોમવારે સવારે લાયન એરલાઇન્સનું એક પ્લેન ટેકઓફ થયાના માત્ર ૧૩ મિનિટમાં સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું અને ટુકડાઓમાં પરિવર્તિત થઇ ગયું હતું.

ભવ્ય સુનેજા એલ્કોન પબ્લિક સ્કુલમાં ભણ્યા છે.ત્યારબાદ વધુ અભ્યાસ માટે તેઓ કેલીફોનીયા ગયા હતા.

તેમને પ્લેનના પાયલોટનું લાઇસન્સ મળી ગયું  હતું. ત્યારબાદ તેઓ અમીરાતમાં ટ્રેની રહી ચુક્યા છે.

56 #Indonesia : ક્રેશ થયેલ પ્લેનમાં પાયલોટ હતા દિલ્લીના ભવ્ય સુનેજા

સાત વર્ષ પહેલા વર્ષ ૨૦૧૧માં તેમણે લાયન એરલાઈનમાં જોઈનીંગ કર્યું હતું. તેમના કો-પાયલોટ હરવિનો હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભવ્ય વિશે એક એરલાઈનના સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે અમારા વચ્ચે જુલાઈ મહિનામાં વાત થઇ હતી તે ઘણા પ્રેમાળ માણસ હતા.

આટલા વર્ષોમાં પ્લેનન ઉડાડવા અંગે કોઈ દુર્ઘટના નથી થઇ તેમની સાથે સારો અનુભવ હતો. તેમની માત્ર એક જ ફરિયાદ હતી કે તેમનું પોસ્ટીંગ દિલ્લીમાં કરી દેવામાં આવે કેમ કે તેઓ દિલ્લીના રહેવાસી હતા. તેવામાં અમે તેમને કહ્યું હતું કે એક વર્ષ અમારા સાથે કામ કર્યા બાદ તેમના દિલ્લીના પોસ્ટીંગ વિશે અમે ચોક્કસથી વિચારીશું.

તમને જણાવી દઈએ કે ભવ્યને ૬૦૦૦ કલાક પ્લેન ઉડાડવાનો અનુભવ હતો અને તેમના કો-પાયલોટને ૫૦૦૦ કલાકનો હતો.

ઉલ્લેખનીય છે કે ક્રેશ થયેલ આ વિમાન નવું જ હતું. હજુ બે મહિના પહેલા જ તેને ચાલુ કરવામાં આવ્યું હતું.