પ્રહાર/ હિંદુત્વએ કોઇ કંપની નથી કે તેને છોડી દેવામાં આવે,તે હ્રદયમાં હોય છે : ઉદ્વવ ઠાકરે

મુખ્યમંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર

Top Stories
thakre 1 હિંદુત્વએ કોઇ કંપની નથી કે તેને છોડી દેવામાં આવે,તે હ્રદયમાં હોય છે : ઉદ્વવ ઠાકરે

શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ હિન્દુત્વના મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે હિન્દુત્વ છોડી દેવાની કંપની નથી, તે હૃદયથી આવે છે.તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોને એ જાણવા ઇચ્છે છે કે સરકાર ક્યાં સુધી ચાલશે,આ અમે જોઇશુંપરતું વર્તમાનમાં અમે ગરીબો માટે કામ કરવું છે.ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાને નબળા માનવાની ભૂલ ન કરો, તે પહેલા કરતા વધુ મજબૂત બન્યું છે. કેટલાક લોકોએ શક્તિ ગુમાવ્યા પછી પેટમાં દુખાવો થવાનું શરૂ કર્યું છે, તેઓએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્યમંત્રીએ ટીકા કરતા કહ્યું કે હું આવા લોકોને દવા આપી શકતો નથી, પરંતુ હું તેમને રાજકીય દવા આપીશ.

ઠાકરેએ “સામાજિક અશાંતિ” તરફ દોરી જતા દેશ સામે ચેતવણી આપતા કહ્યું હતું કે, રાજકીય પક્ષોએ નિર્ણય લેવો જોઇએ કે તેઓ સત્તા ખાતર સત્તા માંગે છે કે આર્થિક પ્રશ્નોનું સમાધાન લાવે છે. કોરોના રોગચાળા વચ્ચે તેમની પાર્ટીના 55 માં સ્થાપના દિવસ પ્રસંગે ઠાકરેએ કહ્યું હતું કે દેશ સમક્ષ અર્થતંત્ર અને આરોગ્ય બે મુખ્ય મુદ્દા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે તમામ રાજકીય પક્ષો નિર્ણય લેશે કે તેઓ સત્તા ખાતર રાજકીય સફળતા ઇચ્છે છે કે આર્થિક મોરચે ઉદ્ભવતા સમસ્યાઓનું નિરાકરણ શોધે છે. તેમણે કહ્યું હતું કે સામાજિક અશાંતિ તેનું વર્ણન કરવા માટે કડક શબ્દ હશે, પરંતુ દેશ નિશ્ચિતરૂપે સામાજિક અશાંતિ તરફ આગળ વધી રહ્યો છે.