Stock market rise/ બજેટને વધાવતું શેરબજાર સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 21800ની ઉપર

શેરબજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં BSE સેન્સેક્સ 840 પોઇન્ટ વધીને 72,486 પોઇન્ટ પર આવી ગયો હતો, એટલે કે તે 72 હજારના સ્તરને પાર કરી ગયો હતો. નિફ્ટીએ 21873ની સપાટી વટાવી દીધી છે. બેંક નિફ્ટી 427.25 પોઈન્ટ અથવા 0.93 ટકાના ઉછાળા સાથે 46,615 ના સ્તર પર પહોંચી ગયો છે.

Top Stories Business
YouTube Thumbnail 2024 02 02T104743.653 બજેટને વધાવતું શેરબજાર સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 21800ની ઉપર

મુંબઈઃ શેરબજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં BSE સેન્સેક્સ 840 પોઇન્ટ વધીને 72,486 પોઇન્ટ પર આવી ગયો હતો, એટલે કે તે 72 હજારના સ્તરને પાર કરી ગયો હતો. નિફ્ટીએ 21873ની સપાટી વટાવી દીધી છે. બેંક નિફ્ટી 427.25 પોઈન્ટ અથવા 0.93 ટકાના ઉછાળા સાથે 46,615 ના સ્તર પર પહોંચી ગયો છે.

કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?

BSE સેન્સેક્સ 840 પોઇન્ટ વધીને 72,486 પોઇન્ટ પર આવી ગયો હતો, એટલે કે તે 72 હજારના સ્તરને પાર કરી ગયો હતો. NSE નો નિફ્ટી 115.30 પોઈન્ટ અથવા 0.53 ટકાના મજબૂત વધારા સાથે 21,812.75 પર ખુલ્યો અને 21800 ને પાર કરી ગયો.

સેન્સેક્સ શેરોની સ્થિતિ

સેન્સેક્સના 30 શેરમાંથી માત્ર મારુતિના શેર જ લાલ નિશાનમાં છે અને બાકીના 29 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ 2.99 ટકા અને ઇન્ફોસિસ 2.03 ટકા વધ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.85 ટકા અને TCS 1.73 ટકા ઉપર છે. ICICI બેન્ક 1.74 ટકાના ઉછાળા સાથે અને ટાટા સ્ટીલ 1.67 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહી છે.

નિફ્ટી શેરની સ્થિતિ

નિફ્ટીના શેરની તસવીર જોઈએ તો તેના 50માંથી 45 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 50માંથી જે પાંચ શેરો ઘટી રહ્યા છે તેમાં આઇશર મોટર્સ 2 ટકા અને મારુતિનો શેર 0.88 ટકા ઘટ્યો છે. HDFC લાઇફ 0.44 ટકા લપસી ગયો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં અદાણી પોર્ટ્સ 5.21 ટકા, BPCL 4.15 ટકા અને પાવર ગ્રીડ 2.86 ટકા ઉપર છે. Hero MotoCorp 2.67 ટકા અને ઇન્ફોસિસ 2.24 ટકા વધીને મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

બેંક નિફ્ટીમાં મજબૂત વધારો

બેંક નિફ્ટીમાં હાજર તમામ 12 શેરો આજે ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને ખાસ કરીને તેમાંથી PSU બેંક શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીનો ટોપ ગેનર PNB છે જે લગભગ 5 ટકા વધ્યો છે. ICICI બેંક 1.9 ટકા અને બંધન બેંક 1.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. IDFC ફર્સ્ટ બેન્ક અને ફેડરલ બેન્ક પણ વધ્યા છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ