Limbadi Rajkot Highway Accident/ લીંબડી-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવેઃ ગોઝારા અકસ્માતમાં ચારના મોત

લીંબડી-રાજકોટ હાઇવે પર થયેલા વધુ એક જીવલણે અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે કારનું પતરુ કાઢીને લાશોને બહાર કાઢવી પડી છે.

Top Stories Gujarat
Limadi Rajkot Highway Accident લીંબડી-રાજકોટ હાઇવે બન્યો મોતનો હાઇવેઃ ગોઝારા અકસ્માતમાં ચારના મોત

Limbadi Rajkot Highway Accident જાણે મોતનો હાઇવે બની ગયો છે. એવો કોઈ દિવસ જ પસાર થતો નથી જ્યારે આ રસ્તા પર અકસ્માત થતો ન હોય. લીંબડી-રાજકોટ હાઇવે પર થયેલા વધુ એક જીવલણે અકસ્માતમાં સુરેન્દ્રનગરના ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે કારનું પતરુ કાઢીને લાશોને બહાર કાઢવી પડી છે. ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા ઇકો કારનું કચુમ્બર બની ગયુ છે. Limbadi Rajkot Highway Accident તેથી ઇકોમાં સવાર 4 લોકોના કરુણ મોત થયા છે. તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કાર ખસેડાવીને તરત જ ટ્રાફિક ચાલુ કરાવ્યો હતો.

અકસ્માત થતા ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. લીંબડી રાજકોટ હાઇવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા છે. આયા ગામના બોર્ડ નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જેમાં અકસ્માત થતા ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમાં પોલીસ અને સ્થાનિકોએ કારમાંથી મૃતકોને બહાર કાઢયા હતા. તથા મૃતકોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હતા.

ટ્રકની પાછળના ભાગે ઈકો કાર ધડાકાભેર અથડાતાં પિતા, બે પુત્ર અને ભત્રીજાનું અકસ્માતમાં મોત નિપજ્યુ છે. પરિવારના ચારેય લોકો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ચાર પુરુષો મોડાસાથી હોસ્પિટલના કામે રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે  આ અકસ્માત સર્જાયો હતો. ઇકો કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘુસી ગઈ હતી.

રાતનું અંધારુ હોવાના પગલે તથા ટ્રકની લાઇટ્સ જોઈ ન શકવાના પગલે આ અકસ્માત થયો હતો. જો કે ટ્રકચાલકને કોઈ ઈજા થઈ નથી. અકસ્માત થવાના પગલે આજુબાજુના ગામમાંથી લોકો દોડી આવ્યા હતા. પોલીસ કાફલો પણ તરત જ ઘટનાસ્થળે પહોચ્યો હતો. જો કે અકસ્માતમાં ચારેયના ઘટનાસ્થળે મોત થયા હતા.

આ પણ વાંચોઃ

Tejas Landing/ INS વિક્રાંત પર તેજસ જેટનું લેન્ડિંગ: ભારતની અદભુત સફળતા

Turkey Earthquake-Plate/ શા માટે તુર્કીમાં વારંવાર ભૂકંપ આવે છે?

Turkey Earthquake/ તુર્કીમાં ફરીથી અનુભવાયો ભૂકંપનો આંચકોઃ 5.9ની તીવ્રતા