Not Set/ વલસાડ/ પારડી ન.પા. નાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી ત્રીજા પ્રયત્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, ભાજપને થયો હાશકારો

વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખની વિવાદમાં રહેલી ચૂંટણી આજે ત્રીજા પ્રયત્ને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે. અને પારડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસ ના ત્રણ સભ્યોના સમર્થન થી  ભાજપના હસુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ વિજેતા થતાં ભાજપ એ ફરી એક વખત સત્તા હાંસલ કરી છે.આમ ભાજપના ઉમેદવારો 17 વિરુધ 11 મત […]

Gujarat Others
a43b0f859b9c1e8710cad094d6078771 વલસાડ/ પારડી ન.પા. નાં પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી ત્રીજા પ્રયત્ને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ, ભાજપને થયો હાશકારો

વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખની વિવાદમાં રહેલી ચૂંટણી આજે ત્રીજા પ્રયત્ને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે. અને પારડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસ ના ત્રણ સભ્યોના સમર્થન થી  ભાજપના હસુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ વિજેતા થતાં ભાજપ એ ફરી એક વખત સત્તા હાંસલ કરી છે.આમ ભાજપના ઉમેદવારો 17 વિરુધ 11 મત થી વિજેતા થયા હતા.

મહત્વપૂર્ણ છે કે ગત 24  ઓગસ્ટના રોજ પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં નિયત સમયમર્યાદામાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ના પદ માટે  ઉમેદવારી નહીં નોંધાવતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ગઈ કાલે ફરી વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી બળવો કરી  ભાજપમાં આવેલા કોંગ્રેસના સભ્યો  પણ પરત કોંગ્રેસની છાવણીમાં બેસી ગયા હતા. આથી પારડી નગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સભામાં મારામારી અને ઝપાઝપી ના દ્રશ્ય સર્જાતા હતા  ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

આજે સતત ત્રીજી વખત પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. અને પ્રમુખ તરીકે ભાજપના હસુભાઈ રાઠોડ  અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ  નો વિજય થયો હતો. અને ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના પણ 3 સભ્યો એ મત આપ્યો હતો. અને  ગઇકાલે ગેરહાજર રહેલા ભાજપના ત્રણ સભ્યો પણ આજે નાટકીય રીતે સભામાં હાજર થતાં ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું હતું. અને ભાજપે પારડી નગરપાલિકા પર ફરી વખત સત્તા સ્થાપી છે. આમ અગાઉ બે વખત વિવાદોમાં રહેલી પારડી નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ત્રીજી  પ્રયાસમાં શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ હતી. આજથી ચૂંટણી અધિકારી સાથે ભાજપએ પણ હાશકારો અનુભવ્યો હતો .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews