સાબરકાંઠા/ અકસ્માતમાં યુવકનું મોત થતાં ઉશ્કેરાઈને પરિવારજનોએ કર્યું ચડોતરું

કાર ચાલકે પોતાના કબ્જાની શિફ્ટ કાર  પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ આવી  ફરીયાદી જગદીશભાઇની બાઈક સાથે ટકકર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 25T190437.779 અકસ્માતમાં યુવકનું મોત થતાં ઉશ્કેરાઈને પરિવારજનોએ કર્યું ચડોતરું

@લલિત ડામોર

વિજયનગર તાલુકાના લાદીવાડા રોડ ઉપર અકસ્માતમાં કાર-બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક સવાર યુવાનનું  અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતા ઉશ્કેરાયેલા ટોળાએ  ભૂપતગઢ ગામે જઈને એક શખ્સના ઘરે મૂકી આવી ચડોતરું કર્યું હતું.એ શખ્સના ઘરે રાખેલ પશુઓ માટેનું ઘાસ સળગાવી કેટલાક લોકોનું ટોળું ફરાર થઈ ગયું હતું.મામલો વધુ બીચકે તે અગાઉ. બનાવના પગલે ભૂપતગઢ ગામે વિજયનગર, ઇડરની પોલીસ ઘટના સ્થળે  ખડકી  દઈને ચૂસ્ત પોલિસ બંદોબસ્ત દેવાયો હતો.જ્યાં હાલ અજંપાભરી શાંતિ છે.

બે દિવસ અગાઉ  વિજયનગરના ઉમિયાનગર થી પરસોડા જતા રોડ ઉપર લાદીવાડા રોડ ઉપર કાર-બાઈક વચ્ચે  સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને  સ્થાનિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતા ૨૭ વર્ષીય આ યુવાન  કિરણભાઈ સોમાભાઈ ગમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.જ્યારે અન્ય બે ઇજાગ્રસ્તોમાં  ફરિયાદી બાઈક ચાલક જગદીશભાઈ ઈશ્વરભાઈ નિનામા(રહે.પરોસડા)તથા પાછળ બેઠેલા છગનભાઇ જોમાભાઈ નિનામાના શરીરે ઈજાઓ થઈ હતી.

કાર ચાલકે પોતાના કબ્જાની શિફ્ટ કાર  પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇ આવી  ફરીયાદી જગદીશભાઇની બાઈક સાથે ટકકર મારતા આ અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પાછળ બેઠેલા ૨૭ વર્ષીય યુવાન કિરણભાઇ સોમાભાઇ ગમાર નાઓને શરીરે ગંભીર ઇજાઓ બાદ તેને સારવાર માટે  અમદાવાદ સોવિલમાં ખાસેડતા સારવાર  દરમ્યાન આ યુવાનનું મોત નિપજ્યું હતું.આ અકસ્માત તા.૨૩.૧૦.૨૦૨૩ના રોજ સર્જાયો હતો.અલબત્ત હજુ આ કેસમાં આરોપી કાર ચાલકનું નામ ખુલ્યું નથી જે અંગે નોંધાયેલ ફરિયાદ આધારે  પોલિસ તપાસ કરી રહી છે.

દરમિયાન  આ અકસ્માતમાં આ યુવાનના મોત બાદ મામલો ગરમાયો હતો અને લાશનો કબજો મેળવ્યા બાદ એના અગ્નિસંસ્કાર  કરવાને બદલે મૃતક યુવાનની લાશને ભૂપતગઢ ગામના પનાભાઈ હરજીભાઈ રબારીના આંગણામાં મૂકી ચડોતરું કર્યું હતું.દરમિયાન ઉશ્કેરાયેલા  લોકોએ પનાભાઈના ઘરે પશુઓના ઘાસચારાને આગચાંપી ફરાર થઇ ગયા હતા.

મૃતકના મોત અંગે ન્યાય ન મળે ત્યાં સુધી લાશ નહિ ઉઠાવી ચડોતરું કરાતા ગામમાં અજંપા જેવી પરિસ્થિતિ હોઈ વિજયનગર અને ઇડરથી પોલીસ ખડકી દેવાઈ હતી અને હાલ પણ ત્યાં  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ચાલુ છે  બનાવ સંદર્ભે .હજુ મોડી સાંજ સુધી કોઈ સમાધાન ન થતા લાશ જૈસે થે હાલતમાં પડી છે.


whatsapp ad White Font big size 2 4 અકસ્માતમાં યુવકનું મોત થતાં ઉશ્કેરાઈને પરિવારજનોએ કર્યું ચડોતરું


આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા

આ પણ વાંચો:HCએ GIDC પ્લોટ ટ્રાન્સફર પર GSTની કાર્યવાહી પર આપ્યો સ્ટે

આ પણ વાંચો:પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે 11 લોકો સામે ફરિયાદ

આ પણ વાંચો:2025 થી પીએચડી પ્રોગ્રામમાં ક્વોટા શક્ય: IIM- અમદાવાદ